Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી દારૂનો જથ્થા સાથે પોલીસ એક આરોપીની અટક કરી

Share

રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર દારૂનો જથ્થો હાથ લાગ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂની પેટી મળી આવી છે. સિવિલ ખાતેથી દારૂની ચાર પેટી મળતા પ્રદ્યુમન પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂના જથ્થાને કબજે લઈને આગળની તપાસ શરુ કરી છે. આ અગાઉ પણ એક ડૉક્ટર નશાની હાલતમાં ફરજ પર હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ હવે સિવિલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂનો જથ્થો મળી આવતા હોબાળો થયો હતો.

પોલીસની તપાસ બાદ કમલેશ દેવીપુજક નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના અહેવાલ અનુસાર, કમલેશ દેવીપુજક તબીબોને દારૂની સપ્લાય કરતો હતો. આ અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે. કમલેશના ફોનની તપાસમાં બાદ વધારે માહિતી મળી શકવાની સંભાવના છે.

Advertisement

Share

Related posts

સુરતમાં યુવાનને ચપ્પુના ઘા મારી હત્યા કરાઇ : હત્યાની ઘટનાથી પરિવાર અને સોસાયટીના લોકો થયા એકઠાં.

ProudOfGujarat

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી પોલીસે પાનોલીના મહારાજા નગર પાસેથી ચોરીની બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ગોધરા નગર પાલિકાના સફાઇ કામદારને  કાઉન્સીલરે  જાતિવિષયક શબ્દો કહેતા અટ્રોસિટીની ફરિયાદ .જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!