રાજકોટના ઇસ્ટ ઝોનમાં ભગવતી પરા મેઇન રોડ ઉપર સુખસાગર હોલ પાસે તથા વંદે માતરમ પાર્કમાં માજનની જમીન દબાવીને ખડકી દેવાયેલી 21 દુકાન ઉપર આજે મહાપાલિકાના બુલડોઝર ફરી વળ્યા હતા ઉપરાંત અયોધ્યા પાર્ક મેઇન રોડ પર ગેરકાયદે બાંધકામ પણ થોડી પાડવામાં આવ્યું છે.
મહાપાલિકા સૂત્રો અનુસાર ભગવતી પરા વિસ્તારમાં મંજૂરી વગર તદ્દન ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે તે ધ્યાન પર આવતા આજે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ટીપીઓ એમડી સાગઠીયાના માર્ગદર્શનમાં પોલીસ બંદોબસ્ત સાથે સવારથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું ટીપી વિભાગના સૂત્રો અનુસાર આ ગેરકાયદે બાંધકામ અંગે નોટીસ અપાઈ હતી, બાંધકામ અટકાવવા માટે મનાઈ પણ ફરમાવવામાં આવી હતી છતાં બાંધકામ દૂર કરવાને બદલે ઝડપથી નવું બાંધકામ થઈ રહ્યું હોવાનું ધ્યાન પર આવતા અંતે આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
પૂર્વ ઝોન વોર્ડ નં.4 માં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરેલ છે જેમાં 1.વિનોદભાઈ હંસરાજભાઈ મુંગરા સુખસાગર હોલ પાસે, ભગવતી પરા મેઈન રોડમાર્જીનમાં કરેલ 8-દુકાનો, 2.લક્ષ્મીઘર નફીસા અબ્દેલઅલી,સુખસાગર હોલ પાસે, ભગવતી પરા મેઈન રોડ માર્જીનમાં કરેલ 4-દુકાનોનું, 3.હાજીભાઇ મોહસીન મેમણ, વંદે માતરમ પાર્કનાં કોર્નર પર, મોર્ડન સ્કુલ પાસે, ભગવતી પરા મેઈન રોડ માર્જીનમાં કરેલ 9-દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ તથા 4.રહેમતઅલી સિદ્દીકી,અયોધ્યા પાર્ક મેઈન રોડ પર, ભગવતીપરા મેઈન રોડથી અંદરમંજુર પ્લાનથી વિરૂધ્ધ માર્જીનમાં કરેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાંઆવેલાછે. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ હતો.