Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખોડલધામ મંદિરનાં સાતમાં પાટોત્સવ નિમિત્તે CM ધ્વજારોહણ કરશે

Share

સમસ્ત લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર અને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા રાજકોટ જિલ્લામાં વીરપુર પાસે કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થતા 7 મા વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે ત્યારે 7 મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ખોડલધામ મંદિર ટ્રસ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજારોહણ કરાશે તેમજ તેમની સાથે રાજ્યના મંત્રીમંડળ, ધારાસભ્યો અને લેઉવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના ખોડલધામ મંદિર ટ્રસ્ટના કન્વીનરોની મિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકડાયરો, યજ્ઞ, ધ્વજારોહણ, તેમજ માં ખોડલની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કાર્યક્રમમાં હાજર રહેનારા ગુજરાત સરકારના નવનિયુકત મંત્રીઓનું સન્માન કરાશે.

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા એ શક્તિ પ્રદશન કરી પોતાની ઉમેદવારી નોંધાવી, ફોર્મ જમા કરાવવા પહેલા પરસેવા છૂટ્યા, મોઢું લૂછી પહોંચ્યા અધિકારી સમક્ષ

ProudOfGujarat

ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ-૩ ના સુરતના માંડવી તાલુકાના આઈ.ટી.આઈ. ના કર્મચારીઓ માસ સી. એલ. પર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ ૧૪ જેટલા લોકો કોરોના પોઝિટિવ થતાં જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 128 પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!