રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે ગઈકાલ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8 માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. ધોરણ 8 ની આ વિદ્યાર્થિનીને ધ્રુજારી આવ્યા બાદ બેન્ચ પરથી ઢળી પડી હતી અને એ પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બાબતે પરિવારજનોએ આરોપ કરતા કહ્યુ હતું કે ઠંડીના કારણે બાળકીને હાર્ટ અટેક આવ્યો હતો અને તેનો તાત્કાલિક સારવાર ન મળતાં બાળકીનું મૃત્યુ થયુ છે.
આ ઘટના બાદ આજે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને આ સમગ્ર ઘટના બાબતે સ્કૂલ પાસેથી રિપોર્ટ માગ્યો છે. બાળકીના મૃતદેહને પીએમ માટે લઇ જવાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટના અંગે વધુ જાણકારી મળશે અને એ પછી જ આગળની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement