Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં જાન લઈ જતા પરિવારને નડ્યો અકસ્માત, 25 જાનૈયાઓ થયા ઈજાગ્રસ્ત

Share

રાજકોટમાંથી એક અકસ્માતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટમાં જાન લઈ જતા એક પરિવારને અકસ્માત નડ્યો છે. ધારીના આંબરડી ગામે જતી જાનની પ્રાઇવેટ લકઝરી બસ પુલ પરથી પલટી મારી હતી. બસ પલટી મારતા 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે 108 દ્વારા ધારી સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલોને અમરેલી રીફર કરાયા હતા.

અમરેલી જિલાલાના ધારીના આંબરડી ગામ નજીક જાન લઇને જતી એક ખાનગી બસ અચાનક પલટી મારતા બસ પુલ પરથી નીચે ખાબકી હતી. આ બસમાં સવાર 25 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ બનતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને મળતા તે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતની ઘટના બનતા જ 108ને જાણ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને એમ્બુલન્સ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઈજાગ્રસ્તોને ધારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલોને અમરેલી રીફર કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટસિટી ખાતે કોયલા અને ખાણ વિભાગની ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠક પર 95 ઉમેદવારો મેદાનમાં, હાંસોટ 12 નંબરની બેઠક બિનહરીફ, જિલ્લામાં ત્રિપાંખ્યો જંગ…

ProudOfGujarat

નડિયાદ બ્રહ્માકુમારી ખાતે ડૉ. આઈ.કે. વીજળીવાળા દ્વારા સુખની શોધ વિષય પર વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!