Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં વેપારી પાસેથી મળી 500 ની 31 નકલી નોટ, બેન્ક મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ

Share

રાજકોટમાં ખાનગી બેન્કમાં પૈસા જમા કરાવવા ગયેલા વેપારી પાસેથી નકલી નોટ ઝડપાયા બેન્ક કર્મીઓ ચોંકી ગયા હતા. વેપારી પાસેથી 500 રૂપિયાના દરની કુલ 31 નોટ ઝડપાઈ હતી. ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. રાજકોટ શહેરમાં બેન્કમાં પૈસા જમા કરાવવા આવેલા વેપારી પાસેથી 500 રૂપિયાના દરની નકલી નોટ ઝડપાયા ફફડાટ ફેલાયો છે. રાજકોટમાં બેંકમાં રૂપિયા જમા કરાવવા આવેલા વેપારી પાસેથી રૂ.500 ના દરની નકલી નોટ ઝડપાવાની ઘટના સામે આવી છે. જેને લઈને બેંક કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.હાલ આ મમાલે રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. તેમજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તપાસમાં થયો ખુલાસો મળતી માહિતી અનુસાર, શહેરના યાજ્ઞિક રોડ એક ખાનગી બેન્કની બ્રાન્ચમાં બેન્કના ખાતેદાર સંદિપકુમાર કાંતિલાલ સાપરિયા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા. ત્યારે તેમણે રૂ. 500 ના દરની કુલ 26 નોટ બેન્કમાં જમા કરાવી હતી. તેને લઈને બેન્કના કેશિયરે આ 500 રૂપિયાની નોટ ચેક કરી હતી. તો આમાંથી રૂ. 500 ના દરની કુલ 25 નોટ નકલી હોવાનું તેમની તપાસમાં ખૂલ્યું હતું.

Advertisement

વેપારીને આ બાબતે કોઈ પ્રકારની જાણ ન હોવાનું જણાવ્યું આ મામલે નોટ જમા કરાવવા આવેલા સંદિપ સાપરીયાને પૂછતા આ નકલી નોટ છે તેમને આ અંગે જાણ જ નહતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ મામલે બેન્કના કર્મચારીએ બ્રાન્ચ મેનેજર મેહુલ પારેખને જાણ કરી હતી.

ATM માંથી પણ 6 નકલી નોટ મળી આવી જ્યારે હજી બેન્કમાં પૈસા જમા કરાવેલા ગ્રાહક પાસેથી નકલી નોટ મળવાનો મામલો પૂરો નહોતો થયો. ત્યાં બેન્કના એક ATM માંથી બેન્કકર્મીને રૂ. 500 ના દરની કુલ 6 નકલી નોટ જમા કરાવામાં આવી હતી. તેની તપાસ કરવામાં આવતા આ નકલી નોટ પણ બેન્કમાં રૂપિયા જમા કરાવવા આવેલા સંદિપ સાપરિયાએ જ ATM માં જમા કરી હતી. આ સમગ્ર મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં બેન્કના મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે મોટરસાયકલ સવાર ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું…….

ProudOfGujarat

ભરૂચ ના મુસ્લીમ ચુનારવાડ વિસ્તાર માં છેલ્લા કેટલાય સમય થી પાણી ની સમસ્યા ને લઇ રોષ ભરાયેલા લોકો એ આજ રોજ પાલિકા ખાતે ઢસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો

ProudOfGujarat

ટોક્યો ઓલોમ્પિકમાં ભારતનો પણ દબદબો : એક પછી એક મેચો જીતીને ભારતનું ગૌરવ વધાર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!