Proud of Gujarat
Uncategorized

જુના માર્કેટ યાર્ડમાં ડુંગળીના છાપરામાંથી ચંદારાણા પિતા-પુત્રનો ૩ાા લાખનો દારૂ-બીયરનો જથ્થો જપ્ત

Share

પોલીસની આંખમાં ધુળ નાંખવા બોટલો-ટીનના કોથળા સાથેનું વાહન યાર્ડમાં ઉભુ રાખ્યું’તું: ત્યાંથી બીજે લઇ જાય એ પહેલા પોલીસ પહોંચીઃ બી-ડિવીઝનના પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ અને હિતુભા ઝાલાની બાતમીઃ પ્રોૈઢના પુત્ર પ્રતિક અને બોલેરો ચાલકની શોધખોળઃ બાપ-દિકરા સામે પોલીસ પર હુમલા સહિતના ડઝનેક ગુના નોંધાઇ  ચુકયા છેઃ કુલ ૭,૮૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે

ઉપરની તસ્વીરમાં બી-ડિવીઝન પોલીસની ટીમ અને પકડાયેલો પ્રોૈઢ તથા પીકઅપ વેન અને  દારૂ-બીયરનો જથ્થો તથા નીચેની તસ્વીરમાં કુવાડવાની ટીમ, પકડાયેલા બંને શખ્સો, અકીલા દારૂ-બીયરનો જથ્થો અને વાહનો જોઇ શકાય છે

Advertisement

રાજકોટ તા. ૧૮: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, મનોહરસિંહ જાડેજા અને એસીપી ભરત બી. રાઠોડે દારૂ-જૂગારની પ્રવૃતિને ડામવા આપેલી સુચના અંતર્ગત બી-ડિવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળતાં જુના માર્કેટ યાર્ડમાં ડુંગળીના છાપરામાંથી ૩ાા લાખનો દારૂ-બીયર ભરેલુ પીકઅપ વેન કબ્જે કરી સામા કાંઠાના બુટલેગર પ્રોૈઢની ધરપકડ કરી છે. તેના પુત્ર અને પીકઅપ વેનના ચાલકની શોધખોળ આદરી છે. કુલ ૭,૮૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જ્યારે કુવાડવા રોડ પોલીસે કુવાડવા હાઇવે પરથી દારૂ-બીયરના જથ્થા સાથેની આયસર ગાડી સાથે બે શખ્સને પકડ્યા છે. ડિલીવરી લેવા આવેલી યુટીલીટી પણ કબ્જે કરી કુલ ૮,૪૬,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

બી-ડિવીઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ અને હિતેન્દ્રસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમી પરથી જુના માર્કેટ યાર્ડના ડુંગળીના છાપરામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં સંત કબીર રોડ ભગીરથ સોસાયટી-૭માં રહેતો જુનો બુટલેગર દિલીપ કરસનભાઇ ચંદારાણા (ઉ.૫૦) મળી આવ્યો હતો. તેનો પુત્ર પ્રતિક અને પીકઅપ વેન નં. જીજે૧૦ટીટી-૬૪૨૩નો ચાલક ભાગી ગયા હતાં. પીકઅપ વેનના ઠાઠામાં પ્લાસ્ટીકની કોથળીઓ હતી. પ્રથમ દ્રષ્ટીએ તેમાં ડુંગળી ભરી હોય તેવું લાગતું હતું. પણ દારૂની બાતમી હોઇ તપાસ કરતાં અંદરથી રૂ. ૨,૫૪,૪૦૦નો ૭૯૨ બોટલ દારૂ અને ૫૭૬૦૦ના ૫૭૬ બીયરના ટીના તથા ૩૩૬૦૦ના જ્હોન માર્ટીન વ્હીસ્કીના ૩૩૬ ચપલા મળી આવતાં દિલીપની ધરપકડ કરી દારૂ, વેન, એકટીવા નં. જીજે૩કેએ-૫૧૨૧ મળી કુલ રૂ. ૭,૮૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ ડામોર, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, હિતેન્દ્રસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, કોન્સ. અજીતભાઇ લોખીલ, મનોજભાઇ મકવાણા, પ્રકાશભાઇ ખાંભરા સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ દિલીપ અને ભાગી ગયેલો તેનો પુત્ર પોલીસ પર હુમલો, દારૂ, મારામારી સહિતના ડઝનેક ગુનામાં સંડોવાઇ ચુકયા છે. પ્રતિક અને વેનનો ચાલક ઝડપાયા બાદ દારૂ કયાંથી આવ્યો તેની વિગત ખુલશે. પોલીસની આંખમાં ધુળ નાંખવા કોથળા સાથેનું વેન યાર્ડના ડુંગળી વિભાગમાં લઇ જવાયું હતું. ત્યાંથી કટીંગ થાય એ પહેલા દરોડો પડી ગયો હતો.

કુવાડવા પોલીસનો દરોડો કુવાડવા રોડ પોલીસે રાત્રે પેટ્રોલીંગ દરમિયાન કોન્સ. સિરાજભાઇ ચાનીયા, કૃષ્ણદેવસિંહ જાડેજા અને હિતેષભાઇ માલકીયાની બાતમી પરથી કુવાડવા હાઇવે ડાભી હોટેલ પાસે જીજે૩ડબલ્યુ-૭૮૧૩ નંબરની આયસર અટકાવી તલાશી લેતાં તેમાં પ્લાસ્ટીકના બોકસ નીચે સંતાડેલો દારૂ-બીયરનો જથ્થો મળતાં સલિમ જુસબભાઇ વણોતર (ઘાંચી) (ઉ.૩૩-રહે. નવા થોરાળા-૨૯ નંબરની શાળા પાછળ) તથા ડિલીવરી લેવા માટે યુટીલીટી ગાડી નં. જીજે૧૩એડબલ્યુ-૭૮૧૩ લઇને આવેલા મોહિત મહેશભાઇ સિનરોજા (મિસ્ત્રી) (ઉ.૨૩-રહે. શ્રધ્ધા પાર્ક શ્યામ હોલ પાસે ૮૦ રોડ)ને પકેડી લીધા હતાં. રૂ. ૩૬૦૦૦નો ૧૨૦ બોટલ દારૂ, ૪૮૦૦ના બીયરના ૪૮ટીન તથા ગાડીઓ, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮,૪૬,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પી.આઇ. એ.આર. મોડીયા, પીએસઆઇ એમ. કે. ઝાલા, એએસઆઇ રાયધનભાઇ કે. ડાંગર, સિરાજભાઇ, મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ ચાવડા, સિરાજભાઇ, કૃષ્ણદેવસિંહ અને હિતેષભાઇની ટીમે આ દરોડો પાડ્યો હતો.

( સૌજન્ય : અકિલા )


Share

Related posts

ગોધરામા કિક્રેટમેચોનું સટ્ટાબજાર ઉભુ થાય તે પહેલા પોલીસ તંત્ર દ્વારા દાબી દેવામા આવે તેવી લોકમાંગ

ProudOfGujarat

બી.એસ.એન.એલ એ કર્યો જોરદાર ધમાકો : ૯૯૯ રૂપિયામાં વર્ષનો ડેટા અને કોલિંગ ફ્રી!!!

ProudOfGujarat

ભરૂચ નગર પાલિકા ની મળેલ સામાન્ય સભા ની મિનિટ્સ માં કેટલાક પ્રશ્ર્નો ની નોંધ કરવામાં ન આવતા વિપક્ષ ના સભ્યો એ ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!