રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેવા માટે પહોંચ્યા છે. અલગ અલગ 16 દેશની અને ભારતના જુદા જુદા 7 રાજ્યમાંથી 160 થી વધુ પતંગબાજોએ ભાગ લીધો છે. વિદેશી પતંગબાજો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. અલગ અલગ યુનિક ફેન્સી પતંગો પતંગબાજો ઉડાવી રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુરના પતંગબાજ શાહબાઝ ખાને G-20 સમિટને પ્રમોટ કરતી એકસાથે 250 પતંગ ઉડાવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. નાયલોન અને રેશમની દોરી સાથે મિક્સ કરી પતંગ ઉડાવી હતી.
આ પતંગ મહોત્સવમાં રાજકોટના મેયર, સાંસદ, ધારાસભ્યો અને મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત સ્ટેટ ટૂરિઝમ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ખૂબ ભવ્ય ઉજવણી ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે કરવામાં આવી રહી છે. 16 થી વધુ દેશ, ભારતના 7 રાજ્યોના 160થી વધુ પતંગવીરોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે.અલગ અલગ 16 દેશમાંથી આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા પતંગબાજોએ પતંગ ઉડાવી આનંદ માણ્યો હતો. તેમજ વિદેશી યુવતીઓ ગુજરાતની ઓળખસામા રાસ-ગરબા રમી હતી. જેમાં યુવતીઓ રંગબેરંગી છત્રી સાથે ગરબે ઘૂમી હતી.