Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં વ્યાંજકવાદનો ત્રાસ વધ્યો, એક સાથે અલગ અલગ ૮ ગુના નોંધાયા

Share

ગઇકાલે રાજકોટમાં જુદા જુદા પોલીસ મથકમાં આઠ જેટલા વ્યાંજકવાદ અંગેના ગુના નોંધાયા છે. ધંધા માટે, મકાન બનાવવા અને પુત્રની સગાઇ જેવા ખર્ચને પહોચી વળવા માટે જરુરીયાત મંદોએ માસિક 3 થી 10 ટકા માસિક વ્યાજે લીધા હોવાની ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે નવ શખ્સો સામે વ્યાજની બળજબરીથી ઉઘરાણી કરી ધાક ધમકી દીધા અંગેની ફરિયાદ નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વ્યાંજકવાદ સાંમે આખો મહિનો પોલીસ દ્વારા ઝુંબેશ જારી રાખવામાં આવશે અને પિડીતોને ન્યાય અપવવા પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવનાર હોવાનું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જણાવવામાં આવ્યું છે.

શહેરના ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર અને ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઈના સિધ્ધા માર્ગ દર્શન હેઠળ વ્યાંજકવાદના આઠ ગુના નવ શખ્સો સામે નોંધાયા છે. જેમાં ઢેબર રોડ પર આવેલા લાલપાર્કમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા જગદીશભાઇ લાખાભાઇ સિધ્ધપરાએ પીડીએમ કોલેજ પાસે શિવનગરમાં રહેતા હરપાલસિંહ કનુભા જાડેજા સામે રુા.1.20 કરોડ માસિક ત્રણ ટકાના વ્યાજના દરે લીધા હતા. જેનું વ્યાજ સમયસર ચુકવવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરે છે. હરપાલસિંહ જાડેજાને રુા.6.91 કરોડ ચુકવી દીધા હોવા છતાં રૂ.1.20 કરોડની વસુલાત કરવા માટે કોઠારિયા રોડ પરના પ્લોટનું લખાણ કરાવી લીધું હતુ તેમજ કોરા ચેકમાં સહી કરાવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

Advertisement

જ્યારે બાપુનગર મેઇન રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા નિલેશ લાલજીભાઇ કોળી યુવાને ઇમીટેશનના ધંધા માટે પોતાની કાર પેડક રોડ રહેતા અકીબ રફીક મેતર પાસેથી રુા.3 લાખ માસિક પાંચ ટકા વ્યાજે લીધા હતા. વ્યાજ સહિતની રકમ મળી રુા.4.70 લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ ત્રણ લાખ વ્યાજની ઉઘરાણી કરી ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 150 ફુટ રીંગ રોડ પર આવેલા કેશવ રેસિડેન્સીમાં રહેતા જમીન મકાનના ધંધાથી શૈલેષ વલ્લભભાઇ સિધ્ધપરાએ કોઠારિયા મેઇન રોડ પર રહેતા મોનાર્ક ઇશ્ર્વર રુપારેલીયા પાસેથી 10 લાખ માસિક ત્રણ ટકા વ્યાજના દરે લીધા હતા. જે પેટે રુા.13.80 લાખ ચુકવી દીધા હોવા છતાં મોનાર્ક અને તેના બનેવી રાજેશ પાસે વધુ વ્યાજની માગણી કરી ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

કોઠારિયા રોડ પર આવેલા નવનીત હોલ સામે શિવમ કોમ્પ્લેક્ષમાં રહેતી શિતલબેન દિપકભાઇ ભટ્ટે રેઇનબો રેસિડેન્સીમાં રહેતા નયન દામજી વોરા પાસેથી રુા.2 લાખ વ્યાજે લીધા હતા. જે પેટે રુા. 5.74 લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરી ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખોડીયારનગરમાં રહેતા શુભમ અરવિંદભાઇ ચાવડાએ થોરાળા વિસ્તારમાં રહેતા કાનો વિનુ વાઘેલા પાસેથી રુા. 10 હજાર માસિક 16 ટકાના વ્યાજના દરે લીધા હતા. વ્યાજની રકમ સમયસર ન ચુકવતો હોવાથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી દીધાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.


Share

Related posts

સુરતમાં ગરબામાં જીએસટી મામલે વિરોધ પ્રદર્શન કરાતા આપના કાર્યકરોની અટકાયત.

ProudOfGujarat

અંકલેશ્વર : બેંકોમાં વોચ કરી બેંકોમાં પૈસા ભરવા આવતા જતાં નાગરિકોને વિશ્વાસમાં લઈ પૈસા પડાવી લેતા ગેંગના ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 26 ફૂટ પહોંચતા 48 ગામોને એલર્ટ કરાયા,અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!