રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રંગમાં રંગાય ગયા છે. આજે સાંજે ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજો ટી-ર0 મેચ રમાશે. ત્રણ મેચની શ્રેણી હાલ 1-1 ની બરાબરી હોય આજનો મેચ બન્ને ટીમો માટે બેટસમેનો માટે સ્વર્ગ સમી માનવામાં આવે છે. ટોચ જીતનાર ટીમનો સુકાની પ્રથમ ફિલ્ડીંગ લેવાનું પસંદ કરશેુ. મેચ હાઇસ્કોરીંગ રહેશે.
પ્રથમ દાવમાં 180 થી 200 રન આસપાસનો જુમલો ખડકાશે. જો કે આ સ્કોર પણ ચેઝ કરવામાં બીજો દાવ લેનારી ટીમને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. બપોરે 4 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડીયમમાં એન્ટ્રી આપવાનું શરુ કરવામાં આવશે ગઇકાલે બપોરે બન્ને ટીમોનું રાજકોટ ખાતે આગમન થતાની સાથે જ રાજકોટમાં જબરજસ્ત ક્રિકેટ ફિવર છવાય ગયો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટી-ર0 મેચની શ્રેણીના પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો હતો. જયારે પુર્ણે ખાતે રમાયેલી બીજી મેચ ભારે રોમાંચકતા બાદ શ્રીલંકાની ટીમે જીતી લીધી હતી. હાલ શ્રેણી 1-1 ની બરાબરી પર ચાલી રહી છે.
આજે રાજકોટમાં રમાનારી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ બન્ને ટીમો માટે ફાઇનલ સમી બની રહેશે. શ્રેણી કબ્જે કરવાના બુલંદ ઇરાદા સાથે બન્ને ટીમો મેદાનમાં ઉતારશે રાજકોટમાં અત્યાર સુધી ચાર ટી-ર0 મેચ રમાય છે. જેમાં ન્યુઝીલેન્ડ સામેની એક માત્ર મેચમાં ભારતને પરાજય સહન કરવો પડયો હતો.
જયારે ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. રાજકોટમાં ભારતીય ટીમની સફળતાની ટકાવારી 75 ટકા છે. આજની મેચમાં ભારત માટે સૌથી મોટી ચિંતા બોલરો અને ઓપનરોનું કંગાળ ફોર્મ છે. ઓપનાર શુભમન ગીલ અને ઇશાન કિશન પોતાની પ્રતિષ્ઠાને અનુરુપ પ્રદર્શન કરી શકયા નથી. સુકાની હાર્દિક પંડયા પણ નિષ્ફળ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ બીજી મેચમાં ખીલ્યો હતો જયારે પ્રથમ મેચમાં નિષ્ફળ રહ્યા હતા. બીજા મેચમાં અર્ષદીપ સહિતના બોલરોએ સાત નો-બોલ ફેકયા હતા જેમાં ર6 રન આપ્યા હતા. જે ભારતીય ટીમની હાર માટે જવાબદાર બન્યા હતા.