Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ : રખડતાં ઢોર પકડનાર અને માલધારી આવ્યા આમને સામને, માથાકૂટનાં અંતે બે ઢોર પકડી પાડયા

Share

હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરના રાજમાર્ગો પર રખડતાં-ભટકતાં રેઢીયાળ ઢોરને પકડવા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આજે સવારે પોલીસની હાજરીમાં શહેરના કાલાવડ રોડથી આગળ કણકોટ રોડ પર રખડતાં ઢોર પકડતી વેળાંએ માલધારીઓ અને કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી વચ્ચે જબ્બરી માથાકૂટ સર્જાય હતી. જોકે, ઘટનાસ્થળેથી બે ઢોર પકડી લેવામાં આવ્યા હતાં.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કણકોટ રોડ પર ગુજરાત હાઉસીંગ સોસાયટી નામના વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસની ફરિયાદ મળતાં આજે સવારે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી પોલીસની પીસીઆર વાન સાથે સ્થળ પર ત્રાટકી હતી. બે ટીમ અને પોલીસ બંદોબસ્ત હોવા છતાં 40 થી વધુ માલધારીઓના ટોળાંએ કોર્પોરેશનના સ્ટાફને ઘેરી લીધો હતો. રખડતાં ખૂંટીયાઓને પકડવામાં આવતા નથી. માત્ર દૂઝણી ગાયોને જ પકડવામાં આવતી હોવાનો આક્ષેપ સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી અને ગાળાગાળી કરી હતી. જોકે, બંદોબસ્ત માટે હાજર રહેલી પોલીસની સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો. દરમિયાન ઘટનાસ્થળેથી બે ઢોર પકડી લેવામાં આવ્યા હતા. આજે બપોર સુધીમાં 20 ઢોર પકડાયાં છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલુનાં નવીન ભવનનું નિર્માણ થશે.

ProudOfGujarat

વલસાડ : જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મોગરાવાડી ગરનાળુ ચાલુ રહેશે : કલેકટર આર આર રાવલ.

ProudOfGujarat

સુરતના ઋગ્વેદનો જન્મના દિવસે જ પાસપોર્ટ તૈયાર, 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો પહેલો કિસ્સો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!