Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટના ભુવાણા નજીક વહેલી ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવક-યુવતીનું મોત

Share

ગુજરાતમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો આવી રહ્યો છે. ગોંડલના ભુવાણા ગામ નજીક સવારના સમયે ટ્રક અને ટાટા હેરિયર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવક અને યુવતીનું મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગે પોલીસનો કાફલો ઘટના પર પહોંચ્યો હતો અને વધુ તપાસ શરુ કરી હતી.

આ બનાવ વહેલી સવારના અરસામાં બન્યો હતો અહીં રાજકોટથી ગોંડલ તરફ આવી રહેલ એક યુવક અને યુવતીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકનું નામ હર્ષ ભરતભાઈ ભાલાળા હતું અને અન્ય એક યુવતી પણ તેની સાથે હતી તેને તાત્કાલિક ધોરણે ગંભીર ઇજા થવાને કારણે રાજકોટ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવમાં યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જયારે યુવતીનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.

Advertisement

આ અંગે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ટ્રક ચાલકની પૂછપરછ શરુ કરી હતી. આસપાસના લોકો અને ઘટનાને નજીકથી જાણનારા લોકોના નિવેદનો લેવા સહિતની કામગીરી પોલીસ દ્વારા શરુ કરવામાં આવી હતી. આ બનાવને લઈને કરુણાંતિકા સર્જાઈ હતી. બે લોકોએ પોતાનો જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.


Share

Related posts

સુરતમાં હીરાના કારખાનામાંથી હીરા લઈ ફરાર મેનેજરની ધરપકડ

ProudOfGujarat

વલસાડમાં “નપાણીયા” તંત્રની પોલખોલતા “મેધરાજા “..

ProudOfGujarat

ગુજરાતમાં જળસંકટઃ અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલ પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળસરોવર 17 વર્ષ બાદ સુકાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!