કોરોના હાલ ફરી માથું ઉચક્યું છે ત્યારે હવે પહેલા જેવી સ્થિતિ ન થાય તે માટે સરકાર અને તંત્ર કામે લાગી ગયું છે. રાજકોટની શાળા સંચાલક મંડળ દ્વારા માસ્ક ફરજિયાતનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં જાહેર સ્થળો અને મુસાફરી દરમિયાન લોકોએ માસ્ક પહેરવાની મુખ્યમંત્રીએ તકેદારી સહિતના આદેશો આપ્યા છે ત્યારે સ્વનિર્ભ શાળા સંચાલક મંડળ દ્વારા બાળકોની સાવચેતી માટે શાળામાં માસ્ક ફરજિયાતનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળામાં બાળકોએ માસ્ક પહેરીને જ આવવું એટલું જ નહીં બાળકોને તાવ, શરદી જેવા કોરોનાના સંબંધિત લક્ષણો હોય તો શાળાએ ન મોકલવા વાલીને અપીલ કરી છે. ચીન સહિતના વિદેશમાં કોરોનાના ભારે સંક્રમણની અસર હજુ ભારતમાં નથી અને તેમાં પણ ગુજરાતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે ચેતતા નર સદા સુખીની જેમ ગુજરાતમાં કોરોનાના ડરથી ફફળવાના બદલે કોરોના સામે સાવચેતી રાખી આ વિકટ પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા હતા ત્યારે ફરી કોરોના એ વિશ્વમાં હાહાકાર મચાવતા સાવચેતીના રૂપે સ્વનિર્ભર શાળામાં માસ્ક ફરજિયાતનો નિર્ણય લેવામાં આવ્યો.
કોરોનાએ ફરી માથું ઉચક્યું : રાજકોટની સ્વનિર્ભર શાળાઓમાં માસ્ક ફરજિયાત કરાયું
Advertisement