ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત સરકાર પણ પાડોશી દેશમાં વધતા કોરોનાના કેસને લઈને એલર્ટ જોવા મળી રહી છે. તેવામાં રાજકોટથી મળતી માહિતી પ્રમાણે વિદેશથી આવેલી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને લઈને ખળભળાટ મચી જવા પામી હતી.
આ યુવતી રાજકોટ ખાતે ઓસ્ટ્રેલિયાથી આવી હતી અને ત્યારબાદ તેનો રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. આ યુવતીનું ઘર જાગનાથ વિસ્તારમાં વોર્ડ નંબર 7 માં આવેલું હોવાને કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને આસપાસના વિસ્તારમાં સતર્કતાનાને પગલે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટમાં હજુ પણ કોરોનાની રસી અનેક લોકોને આપવાની બાકી છે. તેવામાં કોર્પોરેશન દ્વારા પણ કોવીશીલ્ડ રસીની માંગ કરી છે. કોવેક્સિનની જગ્યાએ કોવીશીલ્ડ રસીની માંગ હોવાથી અને રસી ઉપયોગ થતી હોવાથી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અહીં લાખો લોકોને રસી આપવાની બાકી છે. 9 લાખ કરતા વઘુ લોકોને ત્રીજો ડોઝ આપવાનો બાકી છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા કોવીશીલ્ડનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ હાલ ઉઠી રહી છે.