Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા : એન.એન પેટ્રોલિયમ સહિતના બે સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ

Share

આવકવેરા વિભાગની ટીમ દ્વારા છેલ્લા લાંબા સમયથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે અને સર્ચ ઓપરેશન મારફતે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો પણ સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત રાજકોટ ખાતે આવકવેરા વિભાગની ટીમ દ્વારા એન.એન પેટ્રોલિયમ સહિતના બે સ્થળો પર સર્ચ ઓપરેશન વહેલી સવારથી હાથ ધર્યું છે અને એ વાતની શક્યતા પણ સેવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ અસર સર્ચ ઓપરેશન મારફતે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવશે. પ્લાસ્ટિકના દાણા સહિતના અન્ય વ્યવસાય સાથે જોડાયેલી એનએન પેટ્રોકેમિકલ ઉપર આવકવેરા વિભાગની બાજ નજર હતી પરિણામે આ જ વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમ દ્વારા સરજ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને દરેક પ્રકારના ડેટાનો હાલ અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ડિજિટલ ડેટા પણ અધિકારીઓ દ્વારા સિઝ કરવામાં આવ્યો છે.

કંપનીના માલિક મોહસીન પટેલની સાથોસાથ કંપનીના અન્ય ભાગીદારો તથા સંલગ્ન પેઢીઓ ઉપર ઇનકમટેક્સની ટીમે દરોડા પાડ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એ વાત ઉપર પણ હાલ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી કરવામાં આવી હતી અને અનેક રોકડ વ્યવહાર અને બે નામીરૂપે ઉપયોગમાં લેવાયા હતા ત્યારે આ તમામ વાતોની ગંભીરતાને ધ્યાને લઈ આકવેરા વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એન.એન પેટ્રોકેમિકલ ઉપર પાડવામાં આવેલા દરોડામાં રાજકોટની ટીમ સહિત અન્ય અધિકારીઓ પણ જોડાયા છે ત્યારે પેટ્રોકેમિકલ કંપની ઉપર દરોડા પડતા જ અન્ય ઉદ્યોગકારોમાં ફફડાટ અને ડર વ્યાપી ગયો છે. આ સર્ચ ચોપરેશન હજુ કેટલા દિવસ ચાલે તેનો કોઈ અંદાજ નથી અને આ મુદ્દે આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ પણ મૌન સેવી લીધું છે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે હજુ પણ બે થી ત્રણ દિવસ એન.એન પેટ્રોકેમિકલ ઉપર દરોડા ચાલુ રહે તો નવાઈ નહીં. રાજકોટ ખાતે આવેલા અયોધ્યા ચોક વિસ્તારમાં ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં એનએન પેટ્રોકેમિકલ્સની ઑફિસની સાથે વધુ એક સ્થળ ઉપર પણ ટીમે વહેલી સવારથી ધામા નાખ્યા છે.

Advertisement

Share

Related posts

હાઈવે પર પથ્થર મારો કરી લૂંટની કોશિષ કરતા આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ.

ProudOfGujarat

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે એનએફઓ- બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ

ProudOfGujarat

નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની મુલાકાત લઈ નુકશાનની જાત માહિતી મેળવતા કૃષિ મંત્રી પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!