Proud of Gujarat
GujaratFeaturedINDIA

થર્ટી ફર્સ્ટ નજીક આવતા દારૂની રેલમછેલ : રાજકોટમાંથી પકડાયો દારૂનો મોટો જથ્થો.

Share

થર્ટી ફર્સ્ટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દારૂના મોટા જથ્થો પકડાઈ રહ્યો છે. થર્ટી ફર્સ્ટ નજીક આવતા દારૂના પ્યાસાઓ દારૂ મંગાવી રહ્યા છે અને દારૂના બુટલેગરને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ દારૂનો રેલો બહાવી રહ્યા છે. રાજકોટનાં ભાગોળેથી દારૂનો મોટો જથ્થો પોલીસે પકડી પાડયો છે જેમાં પ્રાઇવેટ ટ્રાવેલ બસમાં કેબિનમાં દારૂની બોટલ રાખી હેરફેર કરી રહ્યાં હતા. રાજકોટની ટ્રાવેલ બસમાંથી દારૂની ૨૭ બોટલ મળી આવી હતી. આ બોટલ પેટીમાં પેક કરેલી હતી અને તેને સ્લીપર કોચની કેબિનમાં રાખવામાં આવી હતી. પોલીસે બસ રોકી ચેકીંગ કરતા બસની અટકાયત કરી હતી અને દારૂનો જથ્થો તથા મોબાઈલ અને બસ કુલ મળી ૧ લાખ ૨૩ હજારનો માલ કબ્જે કર્યો હતો. આ અંગેની વિગત મુજબ શાપર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે બસ રોકી ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. દારૂનો જથ્થો મળી આવતા બસ ડ્રાઈવરની ધરપકડ કરી પૂછપરછ આદરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદમાં ગણેશજીના પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવાનોને કરંટ લાગતા 2 ના મોત.

ProudOfGujarat

નાંદોદ તાલુકાના ભદામ ગામે મતદાર યાદી સુધારણા અને ઇ-એફ.આઇ.આર અંગે લોકોને કરાયા માહિતગાર.

ProudOfGujarat

સુરત : અડાજણ પોલીસે મથુરા નગરી સોસાયટીમાં રેડ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!