રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં આરબીએ અને એક્ટિવ પેનલ વચ્ચે સિધો મુકાબલો છે. બંને પેનલ દ્વારા ગત મોડીરાત સુધી મતદાર વકીલોને મનવા અને પોતાના તરફી મતદાન માટે સમજાવવા પ્રચાર જારી રાખવામાં આવ્યો હતો. આરબીએ પેનલ દ્વારા નાગર બોર્ડીગ ખાતે જમણવાર રાખવામાં આવ્યું હતું. જ્યારે એક્ટિવ પેનલ દ્વારા રેસકોર્સ બાલ ભવન ખાતે જમણવાર રાખવામાં આવ્યું હતું. બંને પેનલ દ્વારા યોજાયેલા વકીલોના સંમેલનમાં મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાથી આરબીએ અને એક્ટિવ પેનલ દ્વારા જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી સિવિલ કોર્ટ બિલ્ડીંગ ખાતે મતદાન થવાનું છે. સવારથી જ મોટી સંખ્યામાં મતદાર એડવોકટ દ્વારા મતદાન માટે પહોચી ગયા છે અને ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. બંને પેનલમાં અત્યાર વિજય થવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાર એસોસિએશનની ચૂંટણીના મતદાનના પ્રારંભ સાથે જ બંને પેનલના ઉમેદવારો તેમજ તેમના સમર્થક અને ટેકેદારો દ્વારા મતદાન કર્યુ હતુ.
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન : રાત્રે રીઝલ્ટ, ૪૪ ઉમેદવારોનું ભાવિ થયું સીલ
Advertisement