Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ : ક્રાઇમ બ્રાન્ચ ACP ના ઘરે આવેલા મહેમાનના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ગયા

Share

રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે ચીલ ઝડપના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે રાજકોટમાં આજ રોજ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રક્ષકના જ ઘર પાસે ચીલ ઝડપની ઘટના બની છે. ક્રાઇમ બ્રાન્ચ ACP ના ઘરે આવેલા સગા સાથે જ ચિલઝડપનો બનાવ બન્યો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં ક્રાઈમ બ્રાન્ચના ACP B.B.બસિયાના ઘરે આવેલા સગા સાથે જ ચિલઝડપ થઈ હતી. ધોળા દિવસે બાઈક પર આવેલી સમડી ક્રાઇમ બ્રાન્ચ એસીપીના સંબંધી સાથે ચીલ ઝડપ કરીને ફરાર થયાની ઘટના સામે આવી છે. શહેરના ભક્તિનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એસીપી ક્રાઇમ બી બી બસીયાનું રહેણાંક આવેલું છે. એસીપી બી.બી બસિયના ઘરે મહેમાન બહારગામથી આવ્યા હતા. ખરીદી કરીને એસીપી ક્રાઇમના ઘરે પરત ફરી રહેલા સંબંધીના ગળામાંથી બાઈક પર આવેલા સમડીએ સોનાના ચેઇનની ચિલઝડપ કરી હતી. ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયેલા ઈસમની શોધખોળ માટે હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

મહિલા સશક્તિકરણ અને અંગદાનની જન જાગૃતિ માટે વુમન્સ કાર રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

સુરત : સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી.

ProudOfGujarat

રાજપીપળામાં એક નિરાધાર વૃદ્ધને એલ્ડરલાઈન દ્વારા વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!