સોશિયલ મીડિયા આજે લોકો માટે હાનીકારક બની રહ્યું છે. સોશિયલ મીડિયા વોરના કારણે આજે લોકો ઈન્ટરનેટ દ્વારા જ એક બીજાના અંગત બદલા લેતા થઈ ગયા છે. તેના અતિરેક ઉપયોગના કારણે વિદેશમાં બેઠા બેઠા વતનમાં ધોકાવાડી થઈ હોવાની ઘટનાએ તાજેતરમાં ગરમાવો ઉદ્ભવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પોલીસ કર્મીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ આ ઘટના રાજકોટ શહેરની છે જ્યાં મહિલા પોલીસ મથકના પીઆઈ ભાર્ગવ ઝનકાતનું કોઈએ ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. ફેક એકાઉન્ટ બનાવનાર દ્વારા ૯ પોસ્ટ પણ કરવામાં આવી હતી. તે ફેક એકાઉન્ટ હજુ સુધી છે જેમાં ૦ પોસ્ટ, ૧૦૯ ફોલોઅર્સ અને ૧૯૦ ફોલોઈંગ પણ છે. પીઆઈ ભાગર્વ દ્વારા જે પોતાના ઈન્સ્ટાગ્રામ BIO માં જે લખવામાં આવ્યું છે તેવું જ ફેક ID માં પણ લખવામાં આવ્યું છે. તે ફેક એકાઉન્ટ દ્વારા લોકોને મેસેજ કરીને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. મેસેજ કરીને લખ્યું હતું કે શું તમે મારા એકાઉન્ટમાં તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરી શકો છો. કોઈએ ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી મેસેજ કરીને પૈસાની માંગણી કરી હતી તેના દ્વારા પીઆઇ ભાર્ગવ ઝનકાતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી હતી. સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવા તજવીજ હાથધરી છે. સોશીયલ મીડિયા દ્વારા આજે તમે શું કરી શકતા નથી. તમે સોશિયલ મીડિયા દ્વારા દુર રહીને પણ ખુબ જ નજીક આવી શકો છો. ઈન્સ્ટાગ્રામ પર તમે પોસ્ટ કરીને લોકોને પોતાના હાલ-ચાલ જણાવી શકો છો. તમે એકબીજાને મેસેજ કરીને બધી જ માહિતી મેળવી શકો છો પરંતુ ઈન્સ્ટાગ્રામનો આવો દુર ઉપયોગ એ સોશિયલ મીડિયાની ઘાતક અસર કહી શકાય. પીઆઈ ભાર્ગવ ઝનકાતનું સાથે જ પણ કંઈક આવું જ થયું છે જેમાં એના નામનો ખોટો ઉપયોગ કરીને પૈસાની માંગણી પણ કરવામાં આવી છે.