રાજકોટનાં નાનામવા રોડ પર આવેલા શાસ્ત્રીનગર (અજમેરા) નાગર પરિવારના મકાનને કલર કામની મજુરીએ આવેલો શખ્સ રૂ. ૧.૪૦ લાખની કિંમતના સોના-ચાંદીના ધરેણા અને રોકડ રકમનો હાથફેરો કરી ગયાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાસ્ત્રીનગરમાં રહેતા અને શાપરમાં ઇન્ટ્રીકાસ્ટ નામની કંપનીમાં કવોલીટી હેડ તરીકે ફરજ બજાવતા મેહુલભાઇ પ્રફુલભાઇ વૈષ્ણવે પોતાના મકાનમાં કલર કામે આવેલો કિશન યાદવ નામનો શખ્સ રૂ. ૧.૪૦ લાખની કિંમતના સોના-ચાંદીના ધરેણા અને રોકડાની ચોરી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. મેહુલભાઇ વૈષ્ણવ દિવસ દરમિયાન શાપર ફેકટરીએ હોય છે તેમના પત્ની નયનાબેન પાઠક સ્કુલમાં પ્રિન્સીપાલ, મોટી દિકરી હેતાંગી પાઠક સ્કુલમાં ઇગ્લીશ મીડીયામાં પ્રિન્સીપલ તરીકે ફરજ બજાવે છે. જયારે નાની દિકરી વિશ્ર્વા હોમિયોપેથીક સ્કુલમાં અભ્યાસ કરતા હોવાથી તેમનું મકાન સવારથી બપોરના અઢી વાગ્યા સુધી બંધ રહેતું હોવા કિશન યાદવ સાથે મકાનમાં રાત્રે કલર કામે આવવાનું રૂ.૧૮ હજાર મજુરી નકકી કરી રૂ. ૧૦ હજાર ચુકવી દીધા હતા. કિશતન યાદવે પોતાને રાતે ઓછું દેખાતું હોવાથી દિવસ દરમિયાન કલર કામ કરી શકે તેમ હોવાથી મકાનના મુખ્ય દરવાજાની ચાવી માંગી હોવાથી તેને દિવસ દરમિયાન કલમ કામ માટે ચાવી આપી હોવાથી કિશન યાદવે અન્ય દરવાજા અને તિજોરીની ડુપ્લીકેટ ચાવી બનાવી કબાટમાં માલ સામાન વેર વિખેર કરી સોના ચાંદીના ધરેણા અને રોકડ મળી રૂ. ૧.૪૦ લાખની મત્તા ચોરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.વી. સોમૈયાએ કિશન યાદવ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.