Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ વેપારીઓ દ્વારા રાજકોટ મુંબઈ વચ્ચેની ફ્લાઇટ ફરી શરૂ કરવા માંગ

Share

રાજકોટની વેપાર માટે મુંબઈની આવરજવર વધુ રહે છે જે કારણે રાજકોટ મુંબઈ અવરજવર સહેલી પડે તે માટે રાજકોટ મુંબઈની ફ્લાઇટ પછી શરૂ કરવા રાજકોટ વેપારીઓ દ્વારા માંગ કરાઈ. મુંબઇ રાજકોટ મુંબઇની હવાઇ સેવામાં સવારની ફલાઇટ બંધ કરી દેવાતા વેપારી ઉઘોગપતિઓને એક જ દિવસમાં કામ પતાવી પરત આવવાના ભારે ઉપયોગી થતી હતી, અલબત એર ઇન્ડીયાએ મોનીંગ ફલાઇટ બંધ કરી દીધી છે. મુંબઇ – રાજકોટ – મુંબઇ વચ્ચે સવારના સમયે ચાલતી એર ઇન્ડીયાની હવાઇ સેવા થોડા સમય પહેલા બંધ થયેલ હોય, મુંબઇ – રાજકોટ – મુંબઇ વચ્ચેના ટ્રાવેલીંગ કરતા વેપાર ઉઘોગના પ્રતિનિધિઓને એક જ દિવસમાં મુંબઇ કે રાજકોટ ટ્રાવેલીંગ કરી પોતાના કાર્ય પૂર્ણ કરવાની સગવડ બંધ થઇ ગયેલ છે. આ હવાઇ સેવા બંધ થતા રાજકોટના ઉઘોગકારોને પોતાના વેપારમાં અડચણ ઉભી થયેલ છે. હવાઇ સેવા ફરી શરુ કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા એર ઇન્ડિયાના જનરલ મેનેજર તથા કેન્દ્ર સરકારના નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સીંધયા ડાયરેકટર જનરલ સીવીલ એવીએશન સમક્ષ રજુઆત કરવામાં આવી છે. મોહનભાઇ કુંડારીયા તથા સંસદસભ્ય રામભાઇ મોકરીયા સમક્ષ પણ રજુઆત કરી નાગરીક ઉડ્ડયન મંત્રી સમક્ષ ભારપૂર્વક ભલામણ કરી આ હવાઇ સેવા શરુ કરવા જણાવેલ છે. રાજકોટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીના ના પ્રમુખ રાજીવભાઇ દોશી, રમેશભાઇ પટેલ અને સુનીલભાઇ ચોમેરીએ માંગ કરી છે.

Advertisement

Share

Related posts

માવઠાથી થયેલ પાક નુકશાનીના વળતર માટે ઉમરપાડા કોંગ્રેસની માંગ.

ProudOfGujarat

વડોદરા : શાંતમેઘ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે કોમ્પ્યુટર ક્લાસીસની વિદ્યાર્થીનીઓને ખાણું વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : વડતાલ મંદિર દ્વારા આંબાની કલમોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!