Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટમાં લુખ્ખાઓનો ત્રાસ : મફત પાન આપવાની ના કહેતા દુકાનદારને મારમારી તોડફોડ કરી

Share

શહેરના જંકશન વિસ્તારમાં દિન દહાડે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પાનના વેપારીએ મફત પાન આપવાની ના પાડતા વેપારીને માર મારી દુકાનમાં તોડફોડ કરી રોકડ રકમની લૂંટ ચલાવી છે. પોલીસને જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંકશન વિસ્તારમાં કો – ઓપરેટિવ સોસાયટીમાં રહેતા અને ઘર પાસે જ વિદ્યાસાગર પાનની દુકાન ધરાવતા લખમણભાઈ જેઠાનંદભાઈ ભક્તાણી નામના 44 વર્ષના આધેડ આજ રોજ પોતાની દુકાને હતા ત્યારે પાર્થ ઉર્ફે જાબલી સહિતના ત્રણ શખ્સોએ મફતમાં પાન માગ્યું હતું. જે બાબતે પાનની દુકાનના માલિક લખમણભાઈ ભક્તાણીએ ના પાડતા ઉશ્કેરાયેલા પાર્થ ઉર્ફે જાબલી સહિત ત્રણેય શખ્સોએ વેપારી પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી. એટલું જ નહિ પરંતુ આ ત્રણેય શખ્સોએ રોકડા રૂ.1500 થી 2000 ની લૂંટ પણ ચલાવી હોવાનું લખમણભાઈએ જણાવ્યું હતું. હુમલામાં ઘવાયેલા પાનના ધંધાર્થી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ જંકશન ખાતે દોડી જઇ કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે મ્યુકોરમાઇકોસીસનાં કેસમાં વધારો..! તંત્ર થયું દોડતું…

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે થતા નિકાલ સામે અને મળેલ સ્વચ્છતાના એવોર્ડ સામે પ્રશ્ન..?

ProudOfGujarat

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ-૨૦૨૩ ને પ્રાથમિક ધાન્યના આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!