Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં વિવિપેટ તથા બીજા મશીનમાં ક્ષતિ આવતા લોકો પરેશાન : ૨૧ બેલેટ યુનિટ અને ૮૧ કન્ટ્રોલ યુનિટ બદલાવ્યા.

Share

રાજકોટમાં આજે મતદાનનો લોકોમાં અનેરો ઉત્સાહ છે અધિકારી, પદાધિકારી સહિત સામાન્ય પ્રજા પણ આજે પોતાનો અધિકાર પોતાનો મત આપવા તત્પર છે ત્યારે વિવિપેત અને અન્ય મશીનો ખોરવાતા લોકોને થોડી મુશ્કેલી થઈ પરંતુ મશીનો બદલાવી દેતા મતદાનની પ્રક્રિયા આગળ વધી રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોમાં મતદાન પૂર્વે મોકપોલ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ૨૧ બીયું, ૮૧ સીયું અને ૨૬ વિવિપેટ ક્ષતિવાળા જણાતા તેને બદલાયા હતા. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં ૨૨૬૪ જેટલા મતદાન મથકો ઉપર આજે સવારે ૬:૩૦ કલાકે મોકપોલ હાથ ધરવામાં આવ્યો હતો.

સવારે ૮ વાગ્યે મતદાન શરૂ થાય તે પહેલાં ઇવીએમ અને વિવિપેટ બરાબર રીતે કામ કરે છે કે કેમ તેની ખરાઈ કરવા રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં આ મોકપોલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠકોમાં ૨૧ બેલેટ યુનિટ, ૮૧ કંટ્રોલ યુનિટ અને ૨૬ વિવિપેટમાં ટેક્નિકલ એરર આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને પગલે ત્યાં હાજર ચૂંટણી સ્ટાફ દ્વારા તુરંત જિલ્લા ચૂંટણી તંત્રને આ અંગે રિપોર્ટ કરીને આ બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વિવિપેટને બદલવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

ProudOfGujarat

સુરત : કાપોદ્રાના શોરૂમમાંથી 8 લેપટોપ, 2 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2.72 લાખની ચોરી કરી ફરાર બે ઇસમ ઝડપાયા

ProudOfGujarat

કલાકો સુધી વીજ ડુલ થતા હોસ્પીટલ નો વહીવટ ખોરવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!