Proud of Gujarat
GENERAL NEWSFeaturedGujaratINDIA

આબુ ઠંડુગાર – ક્રિસમસના બીજા દિવસે તાપમાન માઇન્સ 2 ડિગ્રી, બરફની ચાદરો છવાઈ : પર્યટકો નજારો જોઈને અભિભૂત થયા

Share

ગુજરાતની નજીક આવેલા અને પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને હવે માઇનસમાં પહોંચી ગયો છે.તાપમાન માઇન્સ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.માઇનસમાં તાપમાન પંહોચવાને કારણે આબુ ઠંડુગાર બન્યું છે અને બરફની ચાદરો છવાઈ ગઈ છે. અહીંના ઘાસના મેદાનો, નકી તળાવના બોટ હાઉસ પર પાર્ક કરવામાં આવેલ બોટ પર પણ બરફની ચાદરો જામી ગઈ છે.

હિલ સ્ટેશન પર છેલ્લા થોડા દિવસથી તાપમાન 0 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જોકે ક્રિસમસના બીજા દિવસે સોમવારે માઉન્ટ આબુનું તાપમાન ગગડ્યું હતું અને માઇન્સ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.અહીં હાલ નજારો ખુબ જ આહલાદક જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં બરફની ચાદરો જોવા મળી રહી છે જેથી પર્યટકોમાં એક બાજુ ઠંડીના કારણે થીજી રહ્યા છે. તો બીજી તરફ આહલાદક નજારો જોઈને ખુશી અનુભવી રહ્યા છે.

Advertisement

અહીં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહીત સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે અને ક્રિસ્મસની લઈને ઉજવણી પણ કરવામાં આવી હતી ત્યારે અહીં ઉજવણી કરીને પર્યટકોએ ખુશી અનુભવી હતી અને એમાં પણ અચાનક જ પારો ગગાડીને માઇનસમાં પહોંચી જવાને કારણે આવતા પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આનંદિંત જોવા મળી રહ્યા છે.

પ્રવાસીઓની અહીંની બજારોમાં મોડી સાંજ સુધી હલચલ જોવા મળી રહી છે. છેલ્લા પાંચ દિવસથી પ્રવાસીઓનો ઘસારો પણ વધ્યો છે સાથે જ પવન અને ઠંડીનો પણ પ્રકોપ વધી રહ્યો છે જેથી લોકો વહેલી સવારે અને મોડી સાંજના સમયે તાપણાની મદદથી ઠંડીથી બચવાની પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ગરમ કપડાંનો પણ સહારો પ્રવાસીઓ લઈ રહ્યા છે. અહી દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ ઠંડીના કારણે થીજી જવાને કારણે સ્થાનિક દુકાનોમાં ગરમ કપડાંની ખરીદી કરતાં જોવા મળી રહ્યા છે.

બરફની ચાદર છવાઈ જવાને કારણે ચારે બાજુ આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. કુદરતની કરામતો અદભુત નજારો જોવો એ પણ પોતાનામાં એક અનોખો અનુભવ ગણાય છે.


Share

Related posts

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોક પ્રશ્નો વિશેની રજૂઆતનો પ્રત્યુતર ન મળતા ગેટ પર આવેદન લટકાવી કરાયો અનોખો વિરોધ.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે હાઇવા ટ્રકની ટકકરે મોટરસાયકલ ચાલકનું સ્થળ પર કરુણ મોત

ProudOfGujarat

શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા? પાટીલના નિવેદને ઉડાડી ઊંઘ!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!