નાગૌરના શ્રીબાલાજી કસ્બા પાસે એક ટ્રક અને ક્રૂઝર માં જબરદસ્ત ટક્કર થઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોના તો ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે 3 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સ્થાનિકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત કેવી રીતે સર્જાયો તેના કારણો અંગે જાણકારી મળી નથી.
નાગૌરના શ્રીબાલાજી કસ્બા પાસે એક ટ્રક અને ક્રૂઝર માં જબરદસ્ત ટક્કર થઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોના તો ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે 3 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા.
અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સ્થાનિકોની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત કેવી રીતે સર્જાયો તેના કારણો અંગે જાણકારી મળી નથી. મળતી માહિતી મુજબ આ અકસ્માત આજે સવારે લગભગ 7.40 વાગ્યાની આસપાસ નાગૌર જિલ્લાના શ્રીબાલાજી કસ્બાના બાયપાસ પાસે થયો. તે સમયે એક ક્રૂઝરમાં સવાર લગભગ 17 મુસાફરો ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિાયન શ્રીબાલાજી કસ્બાના બાયપાસ પાસે એક ટ્રેલર અને ક્રૂઝર વચ્ચે જોરદાર ટક્કર થઈ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ક્રૂઝરના ફૂરચે ફૂરચા ઉડી ગયા. ક્રૂઝરમાં સવાર લોકો તેમાં ફસાઈ ગયા.
રાજસ્થાનના બિકાનેરમાં થયેલી આ મોટી દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટના અંગે જણાવતા તેઓએ કહ્યું કે, રાજસ્થાનના નાગોરમાં થયેલી ભીષણ રોડ દુર્ઘટ અત્યંત દુઃખદ છે. આ ઘટનામાં જે લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, હું આ તમામના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છે અને સાથે સાથે ઘાયલોના જલ્દીથી સાજા થવાની કામના કરું છું.