Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજપીપલા આયુર્વેદિક હોસ્પિટલમાં મંજુર થયેલ તબીબો,અન્ય મહેકમની જગ્યાઓ પુરતી સંખ્યામાં ભરતી કરવા પી.ડી.વસાવાની રજુઆત.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
:નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા તરફથી ડેડીયાપાડા નજીક આમલી ગામે ડુંગર-ટેકરી પર આદિવાસીઓની આસ્થા સમા અંબા માતાજીના મંદિર ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો શ્રધ્ધાપૂર્વક દર્શને આવતા હોય છે.ત્યારે આ ધાર્મિક સ્થળ મીની યાત્રાધામ તરીકે વિકસાવવા કરાયેલા રચનાત્મક સૂચન પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરવા નિનામાએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.તદ્ઉપરાંત પી.ડી.વસાવાએ રાજપીપલાની આયુર્વેદિક દવાખાના-હોસ્પિટલ ખાતે મંજુર થયેલી તબીબો સહિત અન્ય મહેકમની જગ્યાઓ ઉપર પુરતી સંખ્યામાં ભરતી થાય તેવી પણ રજુઆત કરી હતી.
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ રૂચિકા વસાવા,ધારાસભ્ય પી.ડી.વસાવા,જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા,નાયબ વન સંરક્ષક ડૉ.શશીકુમાર,પ્રાયોજના વહિવટદાર વી.બી. બારીયા,એસ.એલ.આર એસ.એફ.સૈયદ,જિલ્લા આયોજન અધિકારી આઇ.કે.પટણી,પ્રાંત અધિકારીઓ ધવલ પંડ્યા અને ડી.એન.ચૌધરી,નાયબ કલેક્ટર (MDM) આર.એમ.ચૌધરી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામાએ જિલ્લાના શિક્ષણ,પંચાયત,મહેસુલ,સિંચાઇ,એસ.ટી.,જમીન માપણી,માર્ગ અને મકાન,નગરપાલિકા, વન વિભાગ,મહિલા અને બાળ વિકાસ વગેરે જુદા જુદા લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાયેલા વિકાસ કામોની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થકી વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જે તે કામો ઝડપથી હાથ ધરાય અને પ્રગતિ હેઠળના કામોની ગતિ વધુ તેજ બને તે જોવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

Share

Related posts

વડોદરા : ભાઈને છૂટાછેડા અપાવવા માટે દિયરે એસિડ નાંખવાની ધમકી આપી હોવાનો પરિણીતાનો આક્ષેપ : અત્યાચાર ગુજારતાં ત્રસ્ત થઈ ગયેલી પરિણીતાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

ગાંધીનગરનાં પુન્દ્રાસણ ગામનાં ખેતરમાં જુગાર રમતા 7 પૈકી 3 ઇસમોની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વર : ઓ.એન.જી.સી. અસરગ્રસ્ત કિશાન સેવા મંડળની મિટિંગ યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!