આજના આધુનિક યુગમા ચંદ્ર ઉપર જઈને ત્યાં ઘર બાંધીને રહેવાની સગવડ પણ કદાચ થોડા વર્ષોમાં થઇ જશે ત્યાં સુધી માનવીએ પ્રગતિ કરી લીધી છે પરંતુ દુનિયામાં કેટલાક લોકોને એક સમયનું ભોજન પણ નસીબમાં નથી હોતું તે આપણી મોટી કમનસીબી છે.
નાંદોદ તાલુકાના ભદામ ગામે કેટલાએ ઘરો એવા છે કે જ્યાં રહેતા લોકોનો જીવવા માટે કોઈ આધાર નથી.ત્યાંની અમુક વૃદ્ધ મહિલાઓ જ પોતાની ગ્રહસ્થી ચલાવે છે.તેમની વધુ ઉંમરને કારણે તેઓ કામકાજ કરી શકતા ન હોવાથી અને ઘરમાં કોઈ આવક પણ ન હોવાથી તેઓને એક ટંકનું ભોજન પણ નસીબ થતું નથી.ત્યારે આવા નિઃસહાય લોકો માટે નર્મદા જિલ્લા ટાઇગર ગ્રુપના ભદામના કાર્યકર્તાઓ દ્વારા એક ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.ટાયગર ગ્રુપના કાર્યકરો પ્રેમભાઈ વસાવા સહિતના લોકોએ ભદામ ગામના નિઃસહાય વૃધ્ધાઓને ઘઉં,ચોખા,તેલ અને અનાજ જેવી જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કર્યું કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તો બીજી બાજુ ભદામ ગામમા પૈસાના અભાવે એક વૃદ્ધ મહિલા જુમલીબેન ધનાભાઈ વસાવા પોતાના ઘરનું વીજળીનું બિલ ભરી શકે તેવી પરિસ્થિતિ ન હતી.જેની જાણ હોવાથી જેની જાણ ભદામ ટાઇગર ગ્રુપના કાર્યકર્તાઓને થતા ગ્રુપના બીજા યુવકોએ પૈસા એકત્રિત કરી વૃદ્ધ મહિલાના ઘરનું વીજળીનું બિલ ભરીને તેના ઘરમાં અજવાળું પાથર્યું હતું.આ બન્ને કિસ્સાઓ દરમિયાન નિઃસહાય વૃધ્ધાઓની આંખોમાંથી આંશુ વહી પડ્યા હતા.
નર્મદાના ટાઈગર ગ્રુપના અધ્યક્ષ પ્રેમ વસાવાનું કહેવું છે કે જેને મદદની જરૂર હશે ત્યાં ટાઇગર ગ્રુપ નર્મદા હંમેશા ઉભું હશે.ટાઇગર ગ્રુપ નર્મદા હંમેશા આવા સેવાકાર્ય કરવા તત્પર રહે છે.જેમા કોઈ પણ તાલુકો કે કોઈ પણ ગામ હોય અને જ્યાં પણ જેને પણ મદદની જરૂર હશે તેની મદદે હંમેશા અમે ઉભા રહીશું.હવે તમામ એવા ગામોમા કાર્યકર્તા પ્રવાસ કરશે કે જ્યાં નિરાધાર ગરીબ લોકોને મદદની જરૂર છે.