રાજપીપળા:તિલકવાડાના મેઈન રોડ પર જેટકો વિજ કંપની આવેલી છે જ્યાં અચાનક આ સબસ્ટેશનમાં આગ લાગી હતી,આગ લાગતા આધિકારીઓમાં દોડધામ વધી ગઈ પરંતુ સબ સ્ટેશનમાં ઓઇલ ભરેલા ડીપી ફાટતા આગે વિકરાળ રૂપ લીધો હતો.હાલમાં તો શોટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે પણ વિકરાળ આગને લીધે સબસ્ટેશન બળીને ખાખ થઇ ગયું હતું.
દેવલિયા તિલકવાડા રોડ પર વીજ કંપનીના સબ સ્ટેશનમાં ભયંકર આગ લાગી હતી,સબ સ્ટેશનમાં જ આગ લાગતા તિલકવાડા તાલુકામાં વીજળી ડુલ થઈ ગઈ હતી હજુ સુધી ખબર નથી પડી કે આ આગ કયા કારણોસર લાગી છે.આગ કાબુમાં આવ્યા બાદ નુકસાની જાણી શકાશે.તિલકવાડા ખાતે કોઈ ફાયર ફાયટરની ટિમ ના હોવાના કારણે આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.2 કલાક સુધી કોઈ ફાયર ફાયટર ઘટના પર નહિ પહોંચતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે ત્યાં કોઈ ફાયર ફાયટર નહિ હોવાના કારણે રાજપીપળા નગરપાલિકાના અને નર્મદા નિગમના ફાયર ફાયટર મંગાવામાં આવ્યા હતા. અને સબ સ્ટેશનના ડીપીમાં ઓઇલનો ઉપયોગ થતો હોવાના કારણે એક પછી એક ઓઇલના ડીપી ફાટતા આગે વિકરાળ સ્વારૂપ ધારણ કર્યું હતું,આ આગ આમ તો પાણી દ્વારા ઓલવાય નહિ આ આગને ઓલવવા માટે લીકવીડ ફોમ જરૂરી હોઈ છે તે માટે વડોદરા મહાપાલિકાને પણ આધિકારીઓ દ્વારા જાણ કરી દેવામાં આવી હતી.રાત્રીના પાંચ ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવતા હતા પણ એ વ્યર્થ સાબિત બની રહ્યા હતા.છતાં આગને કાબુમાં લેવા મહેનત કરવી પડતી હતી.
તિલકવાડાના આ સબ સ્ટેશનમાં સુરક્ષા અને ફાયર સેફટીના અભાવને કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ જે લીકવીડ ફોર્મ છે નર્મદા જિલ્લા માં નહિ માલ્ટા જેન બરોડાથી મંગાવાનું હોઈ છે.ડીપીમાં વધુ પ્રમાણમાં ઓઇલ હોવાના કારણે મુશ્કેલી વધુ પડી હતી.