વડોદરાની ITMના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ રાજપીપળા શહેરને રેહણીકરણી,જીવનશૈલી સમજી શહેરીજનો સાથે ચર્ચા કરી શહેરના વિકાસની ડિઝાઇનન વિકલ્પો તૈયાર કર્યા.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):વડોદરાની સ્થાપત્ય કળાના કરતબ શીખવનાર ITM અર્બન ડિઝાઇનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું રાજપીપળાના આંબેડકર ભવન ખાતે પ્રદર્શન યોજાયું હતું.આ પ્રદર્શનનું રાજપીપળા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.વડોદરાની ITMના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ રાજપીપળા શહેરને રેહણીકરણી,જીવનશૈલી સમજી શહેરીજનો સાથે ચર્ચા કરી શહેરના વિકાસની ડિઝાઇનના તૈયાર કરેલ વિકલ્પોનું પ્રદર્શન કરાયું હતું.
ITM-SAAD ના સ્થાપત્ય કળાના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા રાજપીપળાનો વિકાસ કઈ રીતે થઈ શકે એ બાબતે અભ્યાસ કરી એનો સર્વે હાથ ધર્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે રાજપીપળાને વધુ પ્રમોટ કઈ રીતે કરી શકાય,શહેરના હેરિટેજ બિલ્ડીંગ,સ્મારકોની જાળવણી કઈ રીતે કરી શકાય,રાજપીપળામાં વધતી વસ્તીને લીધે ઓછી જગ્યામાં રહેણાંક મકાનો કઈ રીતે બનાવી શકાય એ બાબતે એમણે વિવિધ પ્રોજેકટ તૈયાર કરી વિવિધ નકશાઓ તૈયાર કર્યા હતા,એ નકશાઓનું પ્રદર્શન આ કાર્યક્રમમાં યોજાયું હતું.
આ બાબતે ITM-SAAD ના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 6 મહિનાથી રાજપીપળાનો અભ્યાસ કરી રહ્યા હતા.2010 થી 2016 સુધીના રાજપીપળા તમામ નકશાઓ જોઈ રાજપીપળાના વિકાસ માટે આગામી સમયમાં શુ જરૂરિયાત ઉભી થશે એ બાબતે શહેરીજનો સાથે વાતચીત કરી હતી.રાજપીપળાના વિકાસ માટે વિવિધ 28 જેટલા પ્રપોઝલ અમે આ પ્રદર્શનમાં મુક્યા છે,જેની પર નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર જો અમલ કરે તો અહીંનો વિકાસ લોકોની આંખો આંજી દે એવો થશે.