પંજાબ કોંગ્રેસની રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીએ પંજાબનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચન્નીનાં શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. ચન્ની ઉપરાંત, સુખજિંદર સિંહ રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
આ કાર્યક્રમમાં પંજાબ કોંગ્રેસનાં પ્રભારી હરીશ રાવત, પીસીસી ચીફ નવજોત સિંહ સિદ્ધુ અને અન્ય નેતાઓએ હાજરી આપી હતી. ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે અને અમરિંદર સરકારમાં ટેકનિકલ શિક્ષણ મંત્રી હતા. તેઓ પંજાબનાં પ્રથમ દલિત નેતા છે, જે રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે અનુસૂચિત જાતિનાં ચન્નીને મુખ્યમંત્રી બનાવીને એક તીરથી ઘણા નિશાન બનાવ્યા છે. જો કે, મોટો પ્રશ્ન એ છે કે શું મુખ્યમંત્રી બદલાયા બાદ પંજાબ કોંગ્રેસની રાજકીય ઉન્માદનો અંત આવશે ખરો, જોવાનુ રહેશે.
ચરણજીત સિંહ ચન્ની આજે પંજાબનાં 16 માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાહુલ ગાંધી રાજભવન પહોંચ્યા હતા. તેમની સાથે હરીશ રાવત અને અજય માકન પણ ચન્નીને અભિનંદન આપવા આવ્યા હતા. પરંતુ જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા ત્યારે શપથવિધિ પૂર્ણ થઈ ગઈ હતી. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ચન્નીને અભિનંદન આપ્યા અને કહ્યું કે આપણે પંજાબનાં લોકોને આપેલા વચનો પૂરા કરતા રહેવું પડશે. તેમનો વિશ્વાસ પ્રથમ છે.