કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. શનિવારે સીએલપી બેઠક પહેલાં તેમણે રાજભવન પહોંચી રાજ્યપાલને પોતાનું રાજીનામું સોપ્યું હતું. રાજીનામું સોપ્યા બાદ કેપ્ટન અમરિંદરએ પત્રકાર પરિષદને સંબંધોતા કહ્યું કે ‘મેં આજે સવારે જ નક્કી કરી લીધું હતું. આ વિશે સોનિયા ગાંધીને પણ વાત કરી હતી. મારી સાથે આ ત્રીજીવાર થઇ રહ્યું છે. હું હ્યૂમિલેટેડ ફીલ કરી રહ્યો છું. હવે તેમને જેના પર વિશ્વાસ હોય તેને મુખ્યમંત્રી બનાવી દેશે. પંજાબ કોંગ્રેસમાં હંગામો હવે એટલી હદે વધી ગયો છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા સાથે સમગ્ર મંત્રીમંડળનું પણ રાજીનામું રાજ્યપાલને સોંપી દીધા છે. કેપ્ટન અમરિંદરે રાજીનામું આપ્યા પછી મીડિયા સાથે વાત કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન અમરિંદરે જણાવ્યું કે, કોંગ્રેસમાં મારું સતત અપમાન કરવામાં આવતું હતું. કોંગ્રેસને મારા પર વિશ્વાસ નહતો રહ્યો. એક મહિનામાં ત્રણ વખત મને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. પરિણામે સવારથી જ મારું રાજીનામું આપવાનું નક્કી હતું. હવે કોંગ્રેસ ઈચ્છે તેને મુખ્યમંત્રી બનાવી શકે છે. મારી પાસે અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે.
કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબના મુખ્યમત્રી પાસેથી રાજીનામું માંગી લીધુ છે, જેના લીધે રાજકીય ભૂકંપ સર્જાયો છે . છે્લ્લા કેટલાક મહિનોઓથી પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો અને કેપ્ટનથી અનેક ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા હતા અને નવા બનેલા પંજાબ અધ્યક્ષ નવજોત સિદ્વુ અને કેપ્ટન વચ્ચે વિખવાદ પરાકાષ્ઠાએ પહોચ્યું હતું, બન્ને વચ્ચે સમાધાન માટે હાઇકમાન્ડે સમાધાન રણનીતિ અપનાવી હતી પરતું વિખવાદ ઘટવાને બદલે વધ્યું હતું ,કેપ્ટને અગાઉ ચૂંમટણીમાં આપેલા વચનો પૂરા કર્યા નથી તેવા આક્ષેપો પણ કોંગ્રેસ પાર્ટીના લોકો કરી રહ્યા છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે કેપ્ટન રાજીનામું આપી દેશે.