Proud of Gujarat
FeaturedGujaratINDIA

પૂણે-નાસિક હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 ના મોત, 14 ઇજાગ્રસ્ત

Share

મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક વેને 17 મહિલાઓને કચડી નાખી હતી જેમાં 3 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે આ અકસ્માતમાં 14 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ભયાનક માર્ગ અકસ્માત પુણે-નાસિક હાઈવે પર ખારાપુડી પાસે થયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે રસ્તો ક્રોસ કરતી વખતે એક વેને 17 મહિલાઓને ટક્કર મારી હતી. તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને ચંદૌલીની ખાનગી અને ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ તમામ મહિલાઓ પુના શહેરથી ઘેડ તાલુકાના શિરોલી ખાતે મંગલ ઓફિસમાં રસોઈ બનાવવા માટે જઈ રહી હતી. આ મહિલાઓ રાત્રિના સમયે હાઈવે ક્રોસ કરતી હતી. પુણેથી નાશિક જતી લેન પર રાત્રે લગભગ 11:00 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરતી વખતે એક વેને આ મહિલાઓને ટક્કર મારી હતી. મહિલાઓને કચડી નાખ્યા બાદ ડ્રાઈવર રોડ ડિવાઈડર તોડી વાન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ત્રાલસા ખાતે આમ આદમી પાર્ટીનો જનસંવેદના શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કોંગ્રેસ લડે છે…આમોદ કોંગ્રેસના ઉમેદવારની સભામાં બે જૂથ વચ્ચે દે ધના ધન, ઉમેદવારે સ્થળ છોડી ચાલતી પકડી.

ProudOfGujarat

મહેમદાવાદ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો ભાજપના ઉમેદવારને જીતાડવા શંખનાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!