પોરબંદર વિધાનસભાની ચુંટણી અનુસંધાને પોલીસે ચાર મહિલાઓને તડીપાર કરી છે. જોકે આ ચારેચાર મહિલાઓ કમલાબાગ પોલીસ મથક વિસ્તારની છે. જોકે કીર્તિમં પોલીસ મથક વિસ્તારમાં પણ નામચિન મહિલા બુટલેગરો વસવાટ કરે છે છતાં તેઓની સામે કોઈ જ કાર્યવાહી હજુ સુધી થઇ નહી હોવાનું જાણવા મળ્યું છે.
જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીની સુચના અન્વયે પોરબંદર જીલ્લામાં પ્રોહી. બુટલેગર ઉપર તડીપાર તૈયાર કરી અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામીના કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ.એસ.કે. સાળુંકેના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સબ. ઈન્સ્પે. કે.એન. ઠાકરીયાએ તડીપાર તૈયાર કરી પોરબંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ જાડેજાએ સામાવાળાઓને એક માસ માટે તડીપારનો હુકમ કરતા કમલાબાગ પોલીસ કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ્પે. કે.એન. ઠાકરીયાએ સામાવાળાઓને હુકમની બજવણી કરેલ છે. જેને તડીપાર કરવામાં આવી છે તેમાં કડીયાપ્લોટ શેરી નં. ૯ ખાડી કાંઠે રહેતી ક્રિષ્નાબેન નીતીનભાઈ રાઠોડ (ઉ.વ.૪૯), કડીયાપ્લોટ શેરી નં. ૯ માં રહેતી જીવીબેન પ્રવીણભાઇ મરદનીયા (ઉ.વ. ૬૩), ઝુંડાળા પાણીના ટાંકા પાસે રહેતી મંજુબેન ઉર્ફે મંગળાબેન ઉર્ફે મુન્નીબેન પ્રેમજીભાઇ રામજીભાઈ સોલંકી (ઉ.વ.૫૦) તથા છાયા ઈન્દીરાનગર પદમાણી પાન પાસે રહેતી દેવીબેન નારણભાઈ ગોસીયા (ઉ.વ. ૫૭) નો સમાવેશ થાય છે.
આ કામગીરી કરનાર અધિકારી- કર્મચારીઓમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકશન એસ.ડી. સાળુંકે તથા સર્વેલન્સ સ્ક્વોડના પો.સ.ઈ. કે.એન. ઠાકરીયા તથા સર્વલન્સ સ્ટાફ કામગીરીમાં જોડાયેલા હતા.