આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. ૧૬ નવેમ્બર-૧૯૬૬ થી ભારતીય પ્રેસ પરિષદ દ્વારા તેનું સત્તાવાર કાર્ય શરૂ કરેલ. ત્યારથી દર વર્ષે ૧૬ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરાય છે. પત્રકાર તે લોકશાહીનો ચોથો સ્થંભ છે. વહીવટી તંત્ર અને પ્રજા વચ્ચેની કડી તરીકે કાર્ય કરે છે. ગમેતેવી પ્રતીકુળ સ્થિતીમાં બીલકુલ વિચલીત થયા વગર સાચી પરિસ્થિતી રજૂ કરવી તે માધ્યમોની જવાબદારી બને છે. કુદરતી કે માનવ સર્જીત આફતો વખતે પ્રેસની ભૂમિકા મહત્વની બની રહે છે. લોકો સુધી સાચી માહિતી પહોંચાડી તેને અફવાથી દુર રહેવા પણ વાકેફ કરે છે.
આજે જ્યારે નેશનલ પ્રેસ દિવસ છે તે નિમિતે પોરબંદર રોટરી ક્લબ દ્વારા આ દિવસની ઉજવણીનું આયોજન જી.એમ.સી. શાળામાં કરવામાં આવ્યુ હતું. ભારત દેશના લોકશાહીના ચોથા સ્થંભ તરીકે કામગીરી કરતા પત્રકારોને વિશેષ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. લગાતાર પોતાને જોખમમાં મુકી પત્રકાર સતત સમાજમાં સત્યને પ્રકાશીત કરવા ફરજ બજાવે છે. નેશનલ પ્રેસ દિવસે રોટરી ક્લબના તમામ સભ્યોએ પોરબંદરના પત્રકારોનું સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં પોરબંદરના તમામ પત્રકારો હાજર રહ્યાં હતા. રોટરી ક્લબ દ્વારા એક પત્રકારની શું કામગીરી હોય છે તેનાથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. પોરબંદરના પત્રકારોએ પણ જી.એમ.સી. શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ રીતે નેશનલ પ્રેસ-ડેની જી.એમ.સી. શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રોટરી કલબનાં પ્રમુખ પુર્ણેશ જૈન, સેક્રેટરી તુષાર લાખાણી, વાઇસ પ્રેસીડેન્ટ અનીલ માંડલીયા, રોટરી કલબના સભ્યોમાં જયેશ પતાણી, રોહીત લાખાણી, ડી.કે. ઘેડીયા, પ્રિતેશ લાખાણી, જય કોટેચા, અશ્વીન ચોલેરા, જીજ્ઞેશ લાખાણી, જીતેન ગાંધી, ધવલ પરમાર, કેતન પારેખ, ડો.પરાગ મજીઠીયા હાજર રહયાં હતાં. રોટરી ક્લબના પૂર્ણેશ જૈનની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પુર્ણેશ જૈન તથા ગરીમા જૈને કર્યુ હતું. જેમાં રોટરી ક્લબના સભ્યો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને મીડિયા જગતના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.