Proud of Gujarat
GujaratFeaturedINDIA

પોરબંદરમાં લમ્પિ વાયરસ વકર્યો : શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગૌધન માટે કેમ્પ કરવા માંગ.

Share

પોરબંદર શહેરના ગૌવંશમાં લમ્પિ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે જેના કારણે અત્યાર સુધીમાં ૧પ૦ વધુ ગૌવંશ લમ્પિ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દરરોજ રોગગ્રસ્ત ગૌવંશ આઇસોલેશન વોર્ડમાં આવી રહ્યાં છે. આ રોગચાળાને અટકાવવા માટે તેમજ રોગગ્રસ્ત અન્ય ગૌવંશમાં આ રોગચાળો ન ફેલાય તે માટે અલગ અલગ વિસ્તારમાં કેમ્પ કરવાની માંગ કરવામાં આવી છે.

ઉદય કારાવદરા એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખને લેખિતમાં પત્ર દ્વારા એવી માંગ કરી હતી કે પોરબંદરમાં હાલ લમ્પિ રોગ જોવા મળી રહ્યો છે. પશુપાલન વિભાગ અને ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટ દ્વારા શહેરી વિસ્તારમાં રઝળતા ૩પ૦૦ જેટલા પશુઓને વેક્સિનેશનની સફળ કામગીરી કરવામાં આવેલ છે. જે હાલ પણ કામગીરી સતત ચાલી રહી છે. લમ્પિ સ્કીન રોગચાળાની અસરગ્રસ્ત પશુઓને જીઆઇડીસીમાં વિજયભાઇ વડુકર દ્વારા આપવામાં આવેલ આઇસોલેશન વિભાગમાં રાખવામાં આવેલ છે જે હાલ ૧૦૦ જેટલા પશુઓ સારવાર લઇ રહ્યાં છે. જ્યા સારવારની કામગીરી પશુપાલન વિભાગ પોરબંદર દ્વારા અને નિભાવની કામગીરી લોકસહકારથી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિએ ઘણા અંશે કંટ્રોલમાં છે. પરંતુ માલીકીના પશુમાં આ રોગચાળો હાલમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અમુક પશુમાલીકો સારવાર નથી કરાવતા અને પોતાના પશુઓને રસ્તા પર રઝળતા છોડી રહ્યાં છે. પરિણામે અન્ય પશુઓને પણ ચેપ લાગી રહ્યો છે. કોઇ ગંભીર અકસ્માત ઉભી થાય તે પહેલા પશુપાલન વિભાગ, પોરબંદરના સહકારથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર જેવા કે કડિયા પ્લોટ, મીલપરા, જુડાળા, જુરીબાગ અન્ય જરૂરિયાતવાળા વિસ્તારોમા કેમ્પનું આયોજન કરવું જરૂરી છે. કેમ્પના સ્થળ માટે નગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામા આવે તો જલદીથી ગૌવંશની સારવાર થઇ શકે છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં એકનું મોત બે ઘાયલ, પાંચ વાહનોને નુકશાન

ProudOfGujarat

અંતરને આસ્થાથી અલંકારીત કરતા શિખવાડતી શૈલી એટલે જ સૂફીવાદ- ડો. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સાયલન્સર ચોરી પ્રકરણમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!