પોરબંદર રેલવે સ્ટેશન ઉપર અસુવિધાઓને લીધે યાત્રિકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યાં છે. ઓટોમેટીક ટિકીટ વેન્ડીંગ મશીન શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે. તો વર્ષોથી સીસીટીવી કેમેરા બંધ હોવાથી પણ ચોરી જેવી કોઇ અન્ય ઘટનામાં મુશ્કેલી પડે છે. તે અંગે કોંગ્રેસે કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી છે.
પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાપુરી હોવાથી અસંખ્ય પ્રવાસીઓ ફરવા માટે ઉમટી પડે છે. ખાસ કરીને ટ્રેન મારફતે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે રેલવે સ્ટેશન પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. આ મશીન જે કાર્યરત કરાયું ને બીજા દિવસે બંધ પડી ગયા બાદ ઘણો સમય વીતી ગયો છતાં હજુ સુધી કાર્યરત કરાયું નથી. જેથી વહેલીતકે મુસાફરોની સુવિધા માટે મશીન રિપેર કરી કાર્યરત કરવા માંગ ઉઠી છે. પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ લાંબા સમયથી આ મશીન ચાલુ કરવામાં આવ્યું ન હતું. આ મશીન કાર્યરત કરવા માંગ પણ ઉઠી હતી. આ મશીન કાર્યરત કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે જ આ મશીન બંધ થઇ ગયું હતું. આઉટ ઓફ સર્વિસ બતાવે છે. ટેકનિકલ ફોલ્ટ આવી જતા આ મશીન એ જ દિવસે બંધ પડી ગયું હતું. બહારના જિલ્લામાંથી એન્જિનિયર આવશે અને રિપેર કરી દેશે તેવું જણાવ્યું હતું. આ બનાવને લાંબો સમય વીતી જવા છતાં મશીન ચાલુ થયું નથી અને આ મશીન હાલ તો ફરીથી શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. આ મશીન કાર્યરત થાય ત્યારે રેલ્વેસ્ટેશન પર યાત્રિકોને પ્લેટફોર્મ ટિકીટ કે જનરલ ટિકિટ લેવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવું પડશે નહીં. આ મશીનના માધ્યમથી રેલ્વે સ્ટેશન પર યાત્રિકો જનરલ ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકશે. આ ઉપરાંત યાત્રિકો રેલ્વેનો પાસ, ટ્રેનની ઉપલબ્ધતા પણ જાણી શકશે. પરંતુ આ મશીન રિપેર થયા બાદ આ મશીનની સુવિધાનો લાભ મુસાફરોને મળશે. પરંતુ હાલઆ મશીન રિપેર કરવામાં આવ્યું નથી. આ મશીન ધૂળ ખાઇ રહ્યું છે. જેથી વહેલી તકે મુસાફરોની સુવિધા માટે રિપેર કરી કાર્યરત કરવામાં આવે તેવી રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા માંગ કરવામાં આવી છે.