પોરબંદર જિલ્લામાં રસીકરણ કામગીરી વેગવંતી બનાવી હતી. એક સમયે રસીકરણમાં રાજ્યમાં પોરબંદર જિલ્લાનો પ્રથમ ક્રમ રહ્યો હતો. અને એક સમયે સરકાર દ્વારા રસીનો જથ્થો પણ ઓછો આપવામાં આવતો હતો. પોરબંદર જિલ્લાના 15 જેટલા નેશ વિસ્તારમાં 0 ટકા રસીકરણ થયું છે. નેશ વિસ્તારના આ લોકો રસી લેવા તૈયાર થતા નથી. 121 ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા રસીકરણ થયું છે. તા. 2 ઓક્ટોબર સુધીમાં શહેરમા 100 ટકા રસીકરણ માટે તંત્ર દ્વારા પ્રયાસો થયા છે. પોરબંદરમાં કોરોના સામે રક્ષણ આપતી વેકશીન કામગીરી ગત તા. 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. રસી લેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી અને આ રસીની કોઈ આડ અસર નથી તેમજ આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે તે અને લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી. આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું કે નેશ વિસ્તારમાં વસ્તી ઓછી છે અને આ લોકોને અધિકારીઓ અને કર્મચારીઓ વારંવાર સમજાવવા ગયા હતા છતાં આ નેશ વિસ્તારના લોકો રસી લેવા તૈયાર થતા નથી.
જેથી રાણાવાવ તાલુકામાં આવેલ 15 જેટલા નેશ વિસ્તારોમાં એક ટકો પણ રસીકરણ થયું નથી. આ 15 જેટલા નેશ વિસ્તારમાં 0 ટકા રસીકરણ નોંધાયું છે. જ્યારે જિલ્લામાં ત્રણેય તાલુકા ના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો 121 ગામડાઓમા 100 ટકા રસીકરણ થયું છે. આગામી 2 ઓક્ટોબર સુધીમાં શહેરમાં 100 ટકા રસીકરણ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં રસીકરણ કામગીરી અંગે મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી અને જિલ્લાના લોકો રસીનો પ્રથમ અને બીજો ડોઝ લઈ લે તે માટે મેગા અભિયાન હાથ ધરાયુ હતું. હાલની સ્થિતિએ રાણાવાવ તાલુકાના 15 જેટલા નેશ વિસ્તારના લોકોએ રસી લીધી નથી.