કેન્દ્રીય વિશ્વ હિન્દુ પરિષદના આહવાનથી હાલ સમગ્ર દેશમાં તેમજ કેન્દ્રીય વિશ્વ હિન્દુ પરિષદની સુચના અનુસાર બજરંગ દળ પોરબંદર દ્વારા પણ શૌર્યયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ શૌર્યયાત્રાનુ પ્રસ્થાન સ્વામિનારાયણ પંથના સંત ભાનુપ્રકાશ શાસ્ત્રીજી તેમજ હવેલી સંપ્રદાયના વસંતબાવાના વરદ હસ્તે કેસરી ધ્વજ ફરકાવીને કરાવવામાં આવેલ હતુ. જે પોરબંદર શહેરના એમ.જી.રોડ ખાતે આવેલ હોટેલ હાર્મની ખાતેથી શરુ કરીને માણેકચોક અને માણેકચોકથી સુદામા ચોક ખાતે આવેલ શ્રી બાલાજી હનુમાન મંદિર ખાતે સમુહ આરતી કરી શૌર્યયાત્રાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો.
શૌર્યયાત્રામા 300થી વધુ બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયેલ હતા. તમામ કાર્યકર્તાઓએ મસ્તક પર તિલક અને બજરંગ દળનો બેલ્ટ તેમજ ખેસ પહેરી અને હાથમાં ભગવો ધ્વજ રાખીને શૌર્યયાત્રામા જોડાઈને કેસરીયો માહોલ ઊભો કર્યો હતો. આ શૌર્યયાત્રામા ખુબજ શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ શૌર્યયાત્રાનું ઠેર-ઠેર જગ્યા પર વિવિધ સંસ્થાઓ, એસોસિએશન, જ્ઞાતી પ્રમુખો વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મીક સંસ્થાના આગેવાનોએ શૌર્યયાત્રાનું પુષ્પવર્ષા કરી પોરબંદરની જનતા દ્રારા ઉત્સાહભેર સ્વાગત કરવામા આવેલ હતું. આ શોભાયાત્રા સાંજે સુદામા ચોક પાસે આવેલ શ્રી બાલાજી હનુમાનના પુજારીએ શૌયર્યાત્રાનું ઢોલ નગારા સાથે સ્વાગત કરી મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વિશ્વ હિન્દુપરિષદ, બજરંગ દળ પોરબંદરના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. શૌર્યયાત્રાના સમગ્ર આયોજનને સફળ બનવવા માટે વિશ્વ વિન્દુ પરિષદ અને બજરંગ દળ પોરબંદરના સર્વે કાર્યકર્તાએ તનતોડ મહેનત કરી રહ્યા હતા.