પોરબંદર પતંજલિ દ્વારા અલગ- અલગ વિસ્તારોમાં સુવર્ણપ્રાસન ટીપાનો કેમ્પ યોજાયો હતો. પોરબંદરમાં વાણીયાવાડ, કમલાબાગ, વાડીપ્લોટ, રોકડીયા હનુમાન, ખોજાખાનાના પતંજલિ સ્ટોર ખાતે નરેશભાઈ જુંગીનો સેવાકીય પ્રકલ્પને અભૂતપૂર્વ સફળતા મળી છે.પુષ્યનક્ષત્રમાં બાળકોને સુવર્ણપ્રાસન ટીપા પીવડાવવાથી બાળકોને શારીરિક-માનસિક રીતે સ્વસ્થ બને છે. ઋતુઓમાં ફેરફાર થતા બાળકોને અસર તાત્કાલિક થઈ જતી હોય છે. અત્યારના દરેક બાળકોને ઠંડીના હિસાબે શરદી તાવ ઉધરસ ડાયેરીયા જેવી તકલીફો વાતાવરણની અસર બાળકો પર થઈ જતી હોય છે. જો બાળકોને પુષ્યનક્ષત્રમાં આયુર્વેદિક સુવર્ણપ્રાસનના ટીપા જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોને પીવડાવી શકાય છે. જો દર મહિને નિયમિત ટીપા પીવડાવવામાં આવે તો તેમને વાતાવરણની કોઈપણ અસર થતી નથી. પતંજલિનો સેવાકીય પ્રકલ્પ બાળકોને જન્મથી જ આયુર્વેદનું સિંચન કરાવવામાં આવે તો આપનું બાળક સુરક્ષિત રહેશે. અને તેની કોઈ સાઈડઈફેક્ટ નથી. જો લેડીઝને પ્રેગનેન્સી ચાલુ થાય ત્યારથી દરરોજ પ્રાણાયામ કરે તો બાળકને પૂરેપૂરો ઓક્સિજન મળી જાય છે તેથી જન્મ થતા બાળક અપંગ કે મંગોલ બાળક જન્મશે નહીં અને બાળક બુદ્ધિશાળી તંદુરસ્ત જન્મ લેશે તો આવો આપણા ઋષિમુનીઓએ બતાવેલ રસ્તા ઉપર ચાલીએ અને પરિવારને સુરક્ષિત રાખીએ, આ વખતે રેકોર્ડ બ્રેક માતાપિતાઓએ તેમના બાળકોને સુવર્ણપ્રાસન ટીપા પીવડાવ્યા છે.
પોરબંદર પતંજલિ દ્વારા અલગ- અલગ વિસ્તારોમાં સુવર્ણપ્રાસન ટીપાનો કેમ્પ યોજાયો.
Advertisement