Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોર નજીક શાહપુરા ગામની સીમમાં કેનલ ઉપર વરનામાં દારૂ ભરેલ ટેન્કર મળી આવ્યું.

Share

વરનામાં પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ પોર નજીક શાહપુરા ગામની સીમમાં કેનલ ઉપર વરનામાં પોલીસ સ્ટેશન ડી.સ્થાપ પોલીસ કોસ્ટેબલ યુનિસખાન પઠાણ ને બાતમીદારથી બાતમી મળેલ કે શાહપુરા ગામની સીમમાં અલ્પેશ ભાઈ દિનેશભાઇ રાય ના આંબાવાડિયા નજીક નર્મદા ની મુખ્ય કેનલ પાસે કોઈ ઈસમ દારૂ ભરેલું ટેન્કર જેનો નંબર MH.46.BB.5575 મૂકી ને જતો રહ્યો છે.તે બાતમી ને વાકેફ રાખી ને વરનામાં psi ભગવત સિંહ રાઠોડ તથા પોર ચોકી ના જમાદાર સંતોષપ્રસાદ સૂર્યમની પાઠક તથા ડી.સ્થાપના પોલીસ કૉસ્ટેબલ યુનિસખાન પઠાણ તથા સંજયભાઈ રબારી પોલીસ કાફલો સ્થળ ઉપર જઇને તપાસ કરતા એક બંધ બોડી વાળું એક કન્ટેનમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ મળી આવ્યો હતો.જુદી જુદી બ્રાન્ડ ની બોટલ નંગ-૪૮૩૬ જેની કિંમત ૧૮.૧૩.૫૦૦/-તથા ૧૦.૦૦.૦૦૦/- મળી કુલ કિંમત ૨૮.૧૩.૫૦૦/-મુદ્દામાલ કબજે કરી આ દારૂ કઇ લઈ જવાનો હતો.અને ક્યાં પહોંચાડવાનો હતો.તે દિશામાં પોલીસે તપાસ કરી છૅ.અત્રે ઉલ્લેખનીય છે.કે જે કન્ટેનરમાં દારૂ પકડાયો છે. તે કન્ટેનર ઉપર બેટી પઢાવો..બેટી બચાવોના સ્લોગન વાળું જોવા મળ્યું હતું.પોલીસને શંકા ના જાય તે હેતુસર હવે બુટલેગરો આ સ્લોગન નો ઉપયોગ કરી બુટલેગરો દારૂ નો વેપલો કરે છે.વરનામાં ઇન્ચાર્જ psi ભગવત સિંહ રાઠોડે ચાર્જ સભાળતાની સાથે જ બુટલેગરો ઉપર સંકજો બોલાવતા વરનામાં પોલીસ સ્ટેશન ની હદમાં આવતા બુટલેગરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

હિતેશ પટેલ

Advertisement

Share

Related posts

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના નંદેલાવ ખાતે ગ્રામજનોએ ઉત્સાહભેર જાહેર સ્થળોની સાફ-સફાઈ કરી

ProudOfGujarat

વડોદરામાં ફાયર વિભાગની ટીમે ઉમા ચાર રસ્તા ખાતે માણકી રેસિકમ કોમ્પલેક્ષને સીલ કર્યું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે દુકાનમાં ગ્રાહકના ખિસ્સામાંથી રૂપિયા ચોરી કરતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!