હિતેશ પટેલ …
પોર..
વડોદરા જિલ્લાના પોર નજીક કાશિપુરા નજીક સરાર ગામ આવેલું છે અને સરાર ગામ માં ૨૭૦૦ થી વધુ વસ્તી ધરાવતું આ ગામ છે.અને સરાર ગામ માં એક પ્રાથમિક સ્કૂલ આવેલી છે. અને સ્કૂલ ના આચાર્ય તરીકે રાકેશ ચુનારા ફરજ બજાવે છે. આજરોજ સરાર ગામના સરપંચ ગિરિસ ભાઈ પરમાર તથા પંચાયત ના સભ્યો તથા ભૂતપૂર્વ સરપંચ મુસ્તાક સિંધી ભેગા મળી. પ્રાથમિક સ્કૂલ ને તાળાબંદી કરવામાં આવી હતી. અને સ્કૂલ ના આચાર્ય રાકેશ ચુનારા અને શિક્ષકો નિયમિત ન હોવાને કારણે તાળાબંદી કરવામાં આવી હતી. દરરોજ મોડા આવે છે અને આજરોજ પ્રાથમિક શાળા ના આચાર્ય રાકેશ ચુનારા ૧૧.૨૦મિનિટે સ્કૂલ હાજર થયા હતા. તેવો આક્ષેપ ગામ ના સરપંચ અને પંચાયત ના સભ્યો એ આક્ષેપ કર્યો હતો. અને સરાર પ્રાથમિક શાળા ના એક શિક્ષક ચાલુ સ્કૂલે ભણાવાની જગ્યાએ એક કલાક સુધી મોબાઇલ ફોન માં વેસ્ત હોઈ છે. તે બાબતે ગામ લોકો માં ઉગ્રરોશ જોવા મળ્યો હતો. આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. તો આ રીતે બાળક નું ભવિષ્ય બનશે . ગામ લોકો ના કહેવા પ્રમાણે સ્કૂલ ના આચાર્ય રાકેશ ચુનારા એ પ્રાથમિક સ્કૂલ માં ફરજ બજાવતા ગોપાલ ભાઈ છેલ્લા એક સપ્તાહ થી ગેરહાજર હોવા છતાં તેમની હાજરી પત્રક માં પુરાયેલી જોવા મળી હતી.એટલે હાજરી પત્રક માં પણ ચેડાં કરવામાં આવ્યા છે. સ્કૂલ ચાલુ થાય એટલે સ્કૂલ માં પીવાના પાણીની ઇલેક્ટ્રિક મોટર સ્કૂલ ના બાળકો દ્વ્રારા કરવામાં આવે છે. તો સ્કૂલ ના બાળક ને કઈ પણ થઈ જાય તો જવાબદાર કોણ ? અને સ્કૂલ ના મેદાન માં નાના બાળકો દ્વ્રારા કચરો પણ સાફ કરવામાં આવે છે. અને એટલુંજ નહીં સ્કૂલ ના બાળકો સાથે ટોયલેટ પણ સાફ કરવામાં આવે છે.અને સ્કૂલ ના મેદાન તળાવ ની જેમ પાણી પણ ભરેલું જોવા મળ્યું હતુ. અને સૌ કોઈ જાણે છે કે સ્કૂલ આવવાનો સમય ૧૦.૦૦ વાગે નો હોય છે અને છુંટવાનો સમય સાંજે ૫.૦૦ વાગે નો હોય છે. અને સરાર પ્રાથમિક સ્કૂલ ના આચાર્ય રાકેશ ચુનારા પ્રાથમિક સ્કૂલ ના એક શિક્ષિકા ને લઈને ૪.૦૦ વાગે રોજ રફુચક્કર થઈ જાય છે. તો રાકેશ ચુનારા એક કલાક વહેલા કેમ જાય છે. તે પણ તપાસ નો વિસય છે. અને પ્રાથમિક શાળા ના આચાર્ય ને એટલી બધી હિંમત કોને આપી કે જે શિક્ષકો ના આવતો હાજરી પણ પુરી દેવાની આ બાબતે શિક્ષણ અધિકારી આ બાબતે તપાસ કરવામાં આવે તો ઘણુંબધું તથ્ય બહાર તેવું લાગે છે. રાકેશ ચુનારા ને શિક્ષણ અધિકારી ની બીક નથી લાગતી કે શું ? રજીસ્ટર માં ચેડાં કરવાની હિંમત કોને આપી. તો આ સમગ્ર બાબત માં પ્રાથમિક સ્કૂલ ના આચાર્ય રાકેશ ચુનારા સામે જિલ્લા શિક્ષણ અધિકારી કાયદેસર ની કાર્યવાહી કરે તેવી સરાર ગામની લોક માંગ છે.