Proud of Gujarat
GujaratFeaturedINDIA

લાખોની ચલણી નોટો સાથે એક ની ધરપકડ… જાણો ક્યાં

Share

હિતેશ પટેલ..પોર

Advertisement

વરનામાં પોલીસ સ્ટેશન ના psi એચ. પી. પરમાર તથા વરનામાં પોલીસ સ્ટેશન ના ડી. સ્ટાફ ના પોલીસ જવાનો રાત્રી કેલનપૂર વિસ્તાર પેટ્રોલિંગ માં હતાં. તે દરમિયાન એક મારુતિ સ્વીફ્ટ સફેદ કલર ની શંકાસ્પદ નંબર વગર ની કાર રતનપુર ગામ વડદલા જવાના રસ્તા કાચા રસ્તા ઉપર ડી.સ્ટાફ ના જવાન કેશુભાઈ મનુ ભાઈ સ્વીફ્ટ ગાડી માં તપાસ કરતા ગાડી માં બેઠેલ ઈસમ નામ પૂછતાં તેનું પોતાનું નામ સુભાસસિંહ ઉર્ફે બંટી સંતોષસિંહ રાજપૂત ઉ.વર્ષ.28 રહે ગોપી વિહાર કોલોની ઠીકરી અને કાર ની જડતી કરતા વિમલ ના કુલ ત્રણ વજનદાર થેલા તેને બહાર કાઢી અંદર જોતા ભારતીય ચલણી નોટો ૨૦/૦૦ તથા ૧૦/૦૦ દરની તથા ૫૦/૦૦ તથા ૧૦૦/૦૦ અલગ અલગ કુલ મળી ૧૪.૦૦૦૦૦/-૦૦ તથા મોબાઈલ નંગ ૭ તેની કિંમત ૧૭૦૦૦/- ગાડી કિંમત ૫૦૦૦૦૦/-૦૦ કુલ મુદ્દામાલ કિંમત ૧૯.૧૭.૨૦૦/૦૦ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર માં બેઠેલ ઈસમ કુલ ચાર લોકો હતા. અને બીજા ભાગી જવામાં સફળ થાય હતા. અને આટલી મોટી ભારતીય ચલણી નોટો આરોપી અહીં શામાટે લાવવામાં આવેલી. અને બીજા ઈસમ કોણ કોણ હતા. તે દિશામાં પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવી છે. હાલ તો વરનામાં પોલિસે ગાડી નંબર ના આધારે તપાસ આરંભી હતી.અને વરનામાં પોલીસ સ્ટેશન ના psi એચ.પી.પરમાર મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે બહાર થી બીજા ઈસમો ૨૦૦૦/- ના દરની તથા ૫૦૦/-ની દરની ચલણી નોટો લઈને આવ્યા હતા. અને ૧ લાખ રૃપિયાએ ૫૦૦૦/-કમિશન આપવામાં આવતું હતું અને બીજા ઈસમ ૨૦૦૦ ના ૫૦૦ ના દરની નોટો અસલી હતી.કે ડુપ્લીકેટ તે પણ તપાસ કરવામાં આવશે


Share

Related posts

નડિયાદ : મહિલાના ગર્ભમા બાળક ઊંધું હોવા છતાં ૧૦૮ ની ટીમે સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

આગામી 48 કલાકમાં થશે કેરળમાં ચોમાસાનું આગમન, IMD કરી જાહેરાત

ProudOfGujarat

ઝઘડિયાના રાયસીંગપુરા નજીક ટ્રેકટરની અડફેટે બાઇક સવાર ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!