વિજળી મોંઘી, ગેસ મોંઘો, પેટ્રોલ મોંઘુ…એમ કહીને ભાજપ સરકારે અને નરેન્દ્રભાઈ મોદીએ ઈ.સ.૨૦૧૨માં પ્રચાર કર્યો અને આવું જ કહીને કોંગ્રેસના રાહુલ ગાંધી વગેરેએ હમણાં ૨૦૧૭માં પ્રચાર કર્યો. પરંતુ, મતદાન થઈ ગયું ત્યાં સુધી નિયંત્રણમાં રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી દેવાયો છે. પેટ્રોલમાં રૃ।.૧.૪૩નો અને ડીઝલમાં રૃ।.૧.૬૭નો ભાવવધારો કરાયો છે જે મંદી-મોંઘવારીમાં પડયા પર પાટુ સમાન સ્થિતિ છે.
આ પહેલા એક્સાઈઝમાં ઘટાડો કરવાની, જી.એસ.ટી.માં આવરી લેવાની વાતો વચ્ચે પેટ્રોલ-ડીઝલમાં થોડો ઘટાડો થતા લોકોને આશા પણ બંધાઈ હતી અને આવી અનેક આશાઓમાં લોકોએ ઉત્સાહભેર મતદાન પણ કરી નાંખ્યું છે અને ભલે પાંખી બહુમતિથી પણ ભાજપની ફરી સરકાર આવી ગઈ છે. દેશમાં વાહ વાહ થઈ ગઈ છે. અને હવે પખવાડિયાથી સતત ભાવવધારો થઈ રહ્યો છે. તા.૧ ડિસેમ્બરે જ્યારે ગુજરાતમાં પ્રચાર પૂરજોશમાં હતો ત્યારે રાજકોટમાં પેટ્રોલ રૃ।.૬૭.૭૫ના ભાવે (રાજ્યમાં અન્યત્ર આની આસપાસ ભાવ હોય છે) અને ડીઝલ રૃ।.૬૧.૯૦ના લિટરના ભાવે મળતું હતું. ચૂંટણીમાં આ પ્રચાર મુદ્દો (હવે કોંગ્રેસનો) બન્યો હોય તા.૧૪ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થયું તે દિવસે પેટ્રોલ થોડુ ઘટીને રૃ।.૬૭.૬૦ પૈસા થયું તો ડીઝલનો ભાવ થોડો ઘટીને રૃ।.૬૧.૮૨ પૈસા થયો હતો. પરંતુ, જેવું મતદાન પૂરું થયું કે ભાવવધારાનો દોર શરુ થયો છે. તા.૩૧ ડિસેમ્બરે પેટ્રોલનો ભાવ રૃ।.૬૯ને આંબી ગયો છે અને માત્ર બે સપ્તાહમાંપેટ્રોલના ભાવ તા.૧ના ૬૭.૭૫ તે તા.૧૭ સુધી જાળવી રાખીને એટલા જ રહ્યા પછી સતત વધારો….તા.૧૪ ડિસેમ્બરે ૬૭.૬૦ હાલ રૃ।.૬૯ને આંબી ગયા રૃ।.૧.૪૩ પૈસાનો વધારો થયો તો ડીઝલના ભાવમાં રૃ।.૧.૭૫ પૈસાનો એટલે કે પોણા બે રૃ।.નો વધારો થતા આ ભાવ રૃ।.૬૩.૫૭એ પહોંચી ગયો છે.
ખુદ વડાપ્રધાને અગાઉ કહ્યું તેમ ઈંધણમાં ભાવવધારાથી અન્ય ચીજના ભાવવધારા પર પણ અસર પડતી હોય છે. ભાજપના ખુદ પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે અગાઉ પેટ્રોલ-ડીઝલના આંતરરાષ્ટ્રીય ભાવ નીચા હતા ત્યારે એક્સાઈઝ વધારતા જઈને દેશમાં તેના ભાવ ઉંચા રખાતા સરકારને લાખો કરોડો રૃ।.ની વધારાની આવક થઈ છે. આ આવક નાનીસુની નથી. ત્યારે હવે કદાચ આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યા હોય તોય આ આવકમાંથી સરભર કરીને સતત સત્તા આપતા લોકો (એટલે કે મતદારો)ને ધંધા-રોજગારમાં બેઠા થવા માટે તક આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
સૌજન્ય