કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ ઉજવણી ન થતાં નવરાત્રીમાં મહાકાળીના દર્શન માટે મંદિર ટ્રસ્ટે પાવાગઢની તળેટી અને માચી ખાતે એલઇડી લગાવી ભક્તોને વર્ચ્યુઅલ દર્શન કરાવ્યા હતા. આ વર્ષે 7 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રી ઉજવાશે. ત્યારે યાત્રાળુઓની સલામતી સુરક્ષાને લઈ મંદિર સહિત પરિસરમાં હાઈ ફ્રિકવન્સી સીસીટીવી મુકાયા છે. મંદિરના 70 સભ્યોના સ્ટાફ સાથે 30 ખાનગી સિક્યુરિટી જવાનો ફરજ બજાવશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝરનો ઉપયોગ કરી ફરજિયાત માસ્ક પહેરી પછી જ દર્શન માટે પ્રવેશ અપાશેનું મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત ભક્તો નવરાત્રિમાં પાવાગઢની મા મહાકાળીના દર્શન કરી શકશે.
કોરોના મહામારી બાદ આ વર્ષ પાવાગઢની મહાકાળીના દર્શન કરી શકાશે. આવતીકાલથી શરૂ થતી નવરાત્રિમાં પાવાગઢ જનારા યાત્રાળુઓ પર કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે ખાનગી વાહનો 7થી 20 ઓક્ટોબર સુધી માચી જઇ શકશે નહીં.
આવતીકાલે 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કોરોના કાળ દરમિયાન સતત ત્રણ નવરાત્રિમાં મહાકાળી માતાના પ્રત્યક્ષ દર્શનથી વંચિત ભક્તો આ નવરાત્રિમાં માતાજીના દર્શન કરી શકશે. યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન દર્શન માટેનું સમય પત્રક જાહેર કરાયું છે. પ્રથમ નોરતે ભક્તોના દર્શન માટે વહેલી સવારે પાંચ વાગે મંદિરના દ્વાર ખુલ્લાં મુકાશે અને રાત્રે 8:00 વાગે બંધ થશે. પાવાગઢમાં નવરાત્રિમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. ત્યારે તેમની પ્રાથમિક સુવિધાઓ સાથે સુરક્ષા અને સલામતીને લઈ જિલ્લા પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરી લેવાઈ છે.
યાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થા માટે 800 ઉપરાંત પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. માચી જતા રસ્તા વાંકાચૂકા ઢાળ વાળા હોઇ યાત્રાળુઓ સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે ખાનગી વાહનો 7થી 20 ઓક્ટોબર સુધી માચી જઇ શકશે નહીં.માતાજીનું નિજ મંદિર સવારે 5 વાગે ખૂલશે અને રાત્રે 8 વાગે બંધ થશે. ત્યારે આ વર્ષે લાખો ભક્તો નવરાત્રિમાં દર્શન પર આવે તેવી શક્યતા છે.