વડોદરાના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આરોપી રાજુ ભટ્ટ પકડાયા બાદ તે ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં આખી રાત ચિંતાજનક ચહેરે રડતો રહ્યો હતો. તે પોલીસ પૂછપરછમાં પણ પોપટની જેમ બધુ બોલી ગયો હતો. તેણે પોલીસ સમક્ષ પીડિયા સાથે સંબંધ બાંધ્યાનુ સ્વીકાર્યુ હતું. તેણે પોલીસને કહ્યુ કે, તેણે એકવાર નહિ, પણ ચાર વાર યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાલી મંદિર ટ્રસ્ટના સર્વેસર્વા બની બેઠેલા ટ્રસ્ટી રાજુ ભટ્ટ જે સુખ સાહબીના દમદાર વહીવટમાં રાજકીય અગ્રણીઓ સાથે ફરતા હતા અને પરિચિત પોલીસ અધિકારીઓ પણ રાજુભાઈને અચ્છૌવાના કરતા નજરે પડતા હતા,આ મંદિર ટ્રસ્ટના લંપટ રાજુ ભટ્ટ બળાત્કારના આરોપ સાથે જુનાગઢ ખાતેથી ઝડપાઈ ગયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે લાવવામાં આવતા રાજુ ભટ્ટનો અભિમાની ચહેરો જાણે કે “પાપનો ઘડો છલકાઈ”ગયો હોવાના પસ્તાવા જેવો દેખાતો હતો.!! વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલ હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની ધરપકડ બાદ પૂછપરછમાં પીડિતા સાથે સબંધ બાંધ્યાનું સ્વીકાર્યું છે. પીડિતા સાથે તેણે એક નહિ, પણ ચાર વખત સંબંધ બાંધ્યો હતો.
હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધ બાંધ્યાનું રાજુ ભટ્ટે સ્વીકાર્યું. જોકે, તેણે પોલીસને કહ્યું કે, જે પણ થયુ તે યુવતીની સહમતીથી થયુ હતું. વડોદરા સ્થિત ગોત્રી પોલીસ સ્ટેશનમાં કાયદાનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ જાતિય અત્યાચાર સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની આપેલ ફરીયાદમાં પાવાગઢ મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ આરોપી બનતા વડોદરાનો આ બળાત્કાર કાંડ ગાંધીનગર સુધી હાઈપ્રોફાઈલ ચર્ચાઓમાં ફેરવાઈ ગયો હતો.
આરોપી રાજુએ આરોપી અશોક જૈનને નથી ઓળખતો હોવાનું પોલીસને કહ્યું. ક્રાઈમ બ્રાન્ચની મેરેથોન પૂછપરછમાં રાજુ ભટ્ટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આજે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. દુષ્કર્મની જગ્યાએ પોલીસ રાજુને રિકન્સ્ટ્રકસન માટે લઈ જઈ શકે છે. તો બીજી તરફ, મુખ્ય આરોપી સીએ અશોક જૈન પોલીસ પકડથી હજી પણ દૂર છે. સાથોસાથ પવિત્ર એવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે બળાત્કાર જેવો અધમ આરોપ લાગ્યા બાદ તેના ઘરેથી પોલીસ તંત્રના સર્ચ ઓપરેશન દરમિયાન વિદેશી બ્રાન્ડની શરાબની બોટલો મળી આવે આ ઘટનાની ખબરોથી મહાકાલી માતાજીના લાખ્ખો શ્રદ્ધાળુઓ આઘાતમાં સરકી ગયા છે.
પરંતુ રાજુ ભટ્ટને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીપદે યથાવત રાખવાના ચેરમેન સુરેન્દ્રકાકાના ઉચ્ચારણો બાદ ગુજરાત ભા.જ.પ.સરકારના સંબંધિત સત્તાધીશો પણ સમાજની નજરોમાં જે ગુન્હો કાયદાની કલમો કરતા પણ વધારે ગંભીર છે એવા દુષ્કર્મના આરોપનો સામનો કરીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયેલા રાજુ ભટ્ટની ટ્રસ્ટીપદેથી હકાલપટ્ટી કરવાના બદલે જે મૌન ધારણ કર્યુ છે, આ રહસ્યો પણ ઘણા સૂચક હોવાની ચર્ચાઓ એટલા માટે છે કે,”રાજુ ભટ્ટની રંગીન લાઈફ સ્ટાઈલ” ની સેવાઓમાં ભલભલા રંગાઈ ગયા હોવાની મહેમાનગતિઓ સામેલ હશે.?!!