Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાવાગઢ ખાતે આધેડની ગેસ્ટ હાઉસમાં આત્મહત્યાથી અનેક તર્કવિતર્ક.

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા હિંદુસ્તાન ગેસ્ટ હાઉસ માં સુરત ના હીરા દલાલ એ ઝેરી દવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહી છે,

સુરત મોટા વરાછા માં રહેતા અને હીરા દલાલી નું કામ કરતા જયતી જીવરાજ ઝાલાવડીયા ઉ 58  25 ઓક્ટબર ના રોજ પાવાગઢ આવ્યા હતા અને હિન્દુસ્તાન ગેસ્ટ હાઉસ માં ચાર નંબર ની રૂમ ભાડે  રાખી રહ્યા હતા બપોર સુધી રૂમ નો દરવાજો બંધ નો બંધ રહેતા હોટલ સંચાલક ને શકા જતા દરવાજો ખખડાવાતા કોઈ જવાબ ન મળતા રૂમ ની બીજી ચાવી થી રૂમ ખોલતા જયતિભાઈ મૃત હાલત માં પલંગ માં પડેલા હતા બનાવ ની જાણ પાવાગઢ પોલીસ ને કરાતા પોલીસ એ અકસ્માત મોત ની નોંધ કરી લાસ ને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ માં મોકલી તપાસ હાથ ધરી છે

પાવાગઢ પોલીસ મથક નજીક ના અંતરે આવેલ હિન્દુસ્તાન ગેસ્ટ હાઉસ હાલોલ ના સટ્ટા કિંગ ઇમતિયાઝ નાસિર પઠાણ નું હોવાનું સપાટી પર આવ્યું છે અને પોલીસ ની પ્રાથમિક તપાસ માં ગેસ્ટહાઉસ ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે


Share

Related posts

બળતણ તરીકે ટાયર ઉપયોગ કરાતા લોકોના આરોગ્ય જોખમમાં જાણો વધુ

ProudOfGujarat

નડિયાદની જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો વિદ્યાસમાપન સમારોહ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુડફ્રાઈડે પર્વ મનાવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!