શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય અને એન એસ સુરમ્ય બાળવાટિકા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્રારા ભારતીય સંસ્કૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી. આજે વિશ્વ પશ્ચિમના દેશોનું અનુકરણ કરી ફેશન વ્યસન તરફ દેશ ધકેલાઈ રહેલ છે ત્યારે શાળાના વિધાર્થીઓ એ સૌ પ્રથમ ભારત માતાની આરતી કરી ત્યારબાદ સિક્કમમાં શહીદ થનારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ વિધાર્થીઓએ શાંતા ક્લોજ બનવાને બદલે ભારતની સંસ્કૃતિ જાળવનાર ભારતીય ઋષિઓ, રાષ્ટ્રીય નેતાઓ, ભારતીય પોષક, ભારતીય ભક્ત, શનિવાર હોવાથી શ્રી રામ, લક્ષ્મણ, સીતામાતા, હનુમાન, શબારી, મહારાણા પ્રતાપ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર, લક્ષ્મીબાઈ જેવા વેષભુષા ધારણ કરી તેમના જીવન કવનનું વર્ણન કરેલ. દેશની દરેક મહાન હસ્તીઓ દ્રારા દેશની એકતા અખંડીતતા જળવાય તેવા પાત્રો ભજવી ભારતીય પોષક, ભારતીય ખોરાક, ભારતીય તહેવાર અને રાષ્ટ્રપ્રેમના ગુણગાન ગાયા હતા. તમામ વિધાર્થીઓને ડૉ બી આર દેસાઈ એ અભિનંદન આપ્યા હતા.
પ્રાથમિકના આચાર્ય હીરાભાઈ પ્રજાપતિ દ્રારા સંસ્કૃતિનું ગાન કરવા સંસ્કૃતિની જાળવણી કરવા શિક્ષણની સાથે સાથે બાળકો સંસ્કારનું સિંચન કરી તેમણે આધુનિક મોજ શોખ અને કુટેવોથી દૂર રાખવા માટે દરેક ભારતીય તહેવારો સાચી સમજ આપી બાળકોમાં મેરા ભારત મહાન ભારતનો નારો સાર્થક કરવા પાયામાં કેળવણી આપવી જોઈએ. તમામ વિધાર્થીઓને શાળા દ્રારા ઇનામ પણ આપવામાં આવેલ.