Proud of Gujarat
Uncategorized

પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુમા ઠંડીનો ચમકારો, ઘઉં સહિતના કેટલાક પાકો પર તેની અસર જોવા મળી

Share

પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુમા ઠંડીનો ચમકારો વધતા ઘઉં સહિતના કેટલાક પાકો પર તેની અસર જોવા મળી રહી છે. જિલ્લામાં ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષએ ઘઉં અને અન્ય પાકના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે.પાટણ જિલ્લામાં ગત વર્ષે શિયાળામાં 26860 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર થયું હતું

જેની સામે ચાલુ વર્ષે 38840 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે.પાકોનું વાવેતર 8057 હેક્ટર જમીનમાં ચણાનું (Sowing of rabi crops in Gujarat) વાવેતર થયું હતું તેની સામે ચાલુ વર્ષે 44050 હેક્ટર જમીનમાં ચણા નું વાવેતર થયું છે. ગત વર્ષે 38154 હેક્ટર જમીનમાં રાઈનું વાવેતર થયુ હતું જેની સામે ચાલુ વર્ષે 34693 જમીનમાં રાઈનું વાવેતર થયું છે.

Advertisement

15715 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે 22329 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. ગત વર્ષે 22725 હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર (Sowing of rabi crops in Patan) થયું હતું. ત્યારે ચાલુ વર્ષે 29692 હેક્ટર જમીનમાં ઘાસચારાના પાકોનું વાવેતર થયું છે. 44050 હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં સમી પંથકમાં સૌથી વધુ 28150 હેકટરમાં ચણાનું વાવેતર થયેલ છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં રસ્તા બનાવવા અંગે વ્રુક્ષ છેદન થતા હરિયાળું ભરૂચ ધીમ ધીમે રણસમાન ભસવા લાગ્યું જાણો કેવી રીતે ??

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી વિદેશી દારૂનો નાશ કરાયો.

ProudOfGujarat

BJP નો ડંકો : જિતિન પ્રસાદ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!