શ્રીનિવાસ રામાનુજનની 135 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે (નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ, સંચાલિત) પાટણની પી.પી.જી. એક્ષપેરીમેન્ટલ હાઇસ્કુલમાં શ્રીનિવાસ રામાનુજનના જીવન ચરિત્ર વિશે તથા ગણિત ક્ષેત્રે આપેલ યોગદાનની ઝાંખીપણ શાળાના વિદ્યાર્થીઓને મળે તે હેતુસર શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર કે જેઓ ગણિતના જીવ છે અને તેઓએ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબમાંથી રાષ્ટ્રકક્ષાનો ગણિત શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવેલ છે તથા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી પણ સન્માનીત છે તેઓએ પોતાની હળવી શૈલીમાં શ્રી રામાનુજનના જીવન ચરિત્રની તથા રામાનુજનની ગણિત ક્ષેત્રની વિવિધ સિદ્ધિઓ તથા અન્ય ઘણી બધી શોધો વિષે પોતાના વ્યાખ્યાન દ્વારા શાળાના સમગ્ર વિદ્યાર્થીઓને માહિતગાર કરી સુંદર વકતવ્ય આપ્યું હતું.
ઉપરાંત વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે રસ રુચિ વધે અને સાચા અર્થમાં શ્રી રામાનુજનના યોગદાનની ફળશ્રુતિ ઊગી નીકળે તેના ભાગરૂપે ક્વિઝ માસ્ટર એવા શાળાના ગણિત શિક્ષક યોગેશભાઈ પટેલ દ્વારા સુંદર મજાની એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાની કુલ ચાર ટીમો સિલેક્ટ થયેલી જે પૈકી ટીમ B સુથાર કૌશિક, પ્રજાપતિ હસમુખ અને ઠકકર પ્રતીકની ટીમે પ્રથમ નંબર મેળવેલ, જ્યારે ટીમ A ચૌધરી ધ્રુવી, પટેલ આંચી અને ઠાકોર મીત બીજો નંબર મેળવેલ, ટીમ C પંચાલ આર્યન ,મોદી હેમિલ અને દરજી સુહાની એ તૃતીય નંબર તથા ટીમ D શાહ કાવ્યા, ભીલ રીતેશ અને પંચાલ હિમાંશીએ ચતુર્થ નંબર મેળવેલ તે બદલ ચારે ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખૂબ રસપ્રદ એવા પાંચ રાઉન્ડની અંદર રમાયેલી આ ક્વીઝ સફળ બનાવવા માટે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક મિત્રોમાં લક્ષ્મીકાંત પટેલ, પાદરીયા હીનાબેન, પટેલ હેત તથા વ્યવસ્થામાં ઠાકોર ભરતજી એ ખુબ સુંદર સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ ગણિત શિક્ષકો તથા સુપરવાઇઝર હર્ષદભાઈ ડામોર અને સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી અને સાચા અર્થમાં શ્રી રામાનુજનના જન્મદિવસની ઉજવણીમાં પોતાની ભાગીદારી દર્શાવી હતી.