Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના અડીયા ગામે તરસ્કરો રૂ. 1.82 લાખની ચોરી કરી ફરાર

Share

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના અડીયા ગામે રાત્રે દરમ્યાન અજાણ્યા તસ્કરોએ ઘરના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના 1.74 લાખના તેમજ રોકડા 8 હજાર રૂપિયા મળી કુલ 1.82 લાખની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ હારિજ પોલીસ મથકે નોંધાવેલ છે. ચોરાઈલ મુદામાલમાં નાના બે સોનાના દોરા કિં. રૂ 60,000, કાનની સોનાની શેર બે કી. 6,000, સોનાનો નાનો ઓમ રૂ. 1500, વીંટી બે કિંમત 24000 તથા સોનાનો નાનો ઓમ કિંમત 1, 500 સોનાનું કડું રૂ 12000 તથા ચાંદીનો જુડો રૂ.6.000, ચાંદીની વાંસળી રૂ.7500, ચાંદની પાયલ નંગ 2 રૂ.6000, નાના બાળકની પહેરવાની ચાંદીની લકી, વીંટી, શળા, ચાંદીના સિક્કા નંગ ત્રણ જેની કિંમત રૂ.3000, સોનાની બુટ્ટી, નાકની ચુની નંગ 2 અને રૂ 8 હજાર રોકડા મળી કુલ રૂ.1.82 લાખની ચોરી થવા પામી છે જેની ફરિયાદ હારિજ પોલીસ મથકે નોંધાવતા હારિજ પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ખેડૂતો માટે નિદર્શન તાલીમ શિબિર યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા નવાદીવા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ એસ.સી સેલએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દલિતો પર થતા અત્યાચાર અંગે રજુઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!